Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી : બીલીમોરા સોમનાથ મંદિર ખાતે મેળામાં વાળ પકડી યુવતીઓ બાખડતી હોવાનો વીડિયો વાયરલ.

Share

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે હાલ સોમનાથ મંદિરનો મેળો ચાલી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં દૂરદૂરથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે સાથે જ મંદિર પરિસદ નજીકમાં જ મેળાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જ્યાં લોકોની જનમેદની ઉમટી પડતી હોય છે.

હાલ બીલીમોરા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરશોરમાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બીલીમોરા ખાતે સોમનાથના મેળામાં આવેલ કેટલીક યુવતીઓ કોઈ કારણસર વાળ પકડી બાખડી પડી હતી, જે બાદ ઉપસ્થિત લોકોએ મારામારીના લાઈવ દ્રશ્યો પોતાના સેલ ફોનમાં કંડારી લઈ વાયરલ કર્યા છે.

Advertisement

હાલ તો બીલીમોરાના નામથી આ વીડિયો લોકો વચ્ચે વાયરલ થઇ રહ્યો છે. જોકે આ વીડિયો ચોક્કસ ત્યાંનો જ છે કે અન્ય કોઈ સ્થાનનો છે અથવા આ સમગ્ર ઘટનાક્રમ ક્યારે સર્જાયો હતો તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. વીડિયો વાયરલ થયા બાદ બીલીમોરા પોલીસે પણ મામલે તપાસની કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પરપ્રાંતીયો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat

ઈમરજન્સીથી લઈને ગુજરાતના રમખાણો સુધી, પાઠ્ય પુસ્તકોમાંથી ભૂતકાળના પાઠ ભૂંસાયા.

ProudOfGujarat

પાલેજ જી.ઇ.બી દ્વારા લાઇન મેનોને લાઇનનું કામ છોડી ૫૦૦-૭૦૦ ના બીલો ઉઘરાવવાનું કામ સોંપાયું.છાસવારે લાઈટો જવાના બનાવો છતાં જી.ઇ.બી એ લાઇન મેનોને અવડા રવાડે ચડાવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!