નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને બીલીમોરા ચીખલી ગણદેવી નવસારીના વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતરિત કરવાની નોબત આવી છે. બીલીમોરા વિસ્તારના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ત્યારે બીલીમોરાના પીએસઆઈ ડી.આર.પઢેરીયા એ વૃદ્ધો અને બાળકોને માનવતા મહેકાવી પોતાના ખોળામાં ઊંચકી સુરક્ષિત સ્થળે મુકતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પણ પોતાના સોશિયલ મીડિયામાં બીલીમોરાના પીએસઆઇ પઢેરીયાની કામગીરીની નોંધ લીધી હતી સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓને સમાજ અલગ નજરે જોતો હોય છે પરંતુ પોલીસ કર્મચારીઓ સમયે આવતા માનવતાના દર્શન કરાવે છે. એવું જ કંઇક કામ પીએસઆઈ ડી.આર.પઢેરીયા એ કરતા ચારેકોરથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.પાણીમાંથી વૃદ્ધાને બહાર કાઢતા હોય તેવા ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને પીએસઆઇ પઢેરીયા ઉપર લોકોનો શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે એક તરફ જ્યારે વહીવટી તંત્ર સ્થળાંતરિત અને રેસ્ક્યુની કામગીરી કરી છે તેવામાં આવા પ્રકારના માનવતા મ્હેકાવતા ફોટો ખાસ કરીને સોશિયલ મીડિયામાં રાફેલગતિએ વાઈરલ થયો છે.
કાર્તિક બાવીશી