Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી : ચેસ ઓલિમ્પિયાડની જ્યોતનું ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું.

Share

ભારત સરકારના રમત ગમત વિભાગ દ્વારા આ “44 મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી” ન્યુ દિલ્હિથી નિકળી હતી. 27 જુલાઇના તમિલનાડુ પહોચશે. ત્યારે આ રેલી આજે નવસારીના ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે આગમન થયું હતું. નેશનલ સાલ્ટ મેમોરીયલ હોલ ખાતે રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં ટોર્ચ રિલે સાથે ગ્રાંડ માસ્તરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પ્રથમ વખત ટોર્ચ રિલે શરૂ કરવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને 19 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમથી ચેસ ઓલિમ્પિયાડની મશાલ રિલેનો પ્રારંભ કર્યો હતો, આ ટોર્ચ રેલી દેશના 75 શહેરમાંથી પસાર થનાર છે. આજ રોજ સુરત જિલ્લામાંથી પસાર થઇને નવસારી જિલ્લામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ચેસ એ વિચક્ષણતા, બુદ્ધિમાની અને સમય સૂચક સતર્કતાની રમત છે અને તેના ઓલિમ્પિયાડ ની ટોર્ચ રિલેનું નવસારી જિલ્લામાં આગમન પહેલી જ વાર થયું છે. નવસારીના ઐતિહાસિક દાંડી નેશનલ સાલ્ટ મેમોરીયલ હોલ ખાતે પુષ્પો વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

ચેસની ઉદભવ ભૂમિ ભારત છે તેવી જાણકારી આપતાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિરે જણાવ્યું હતું કે,આજે તે બુદ્ધિમત્તાની વૈશ્વિક રમત બની છે. પ્રધાનમંત્રીને લીધે વર્ષોનાં અંતરાલ બાદ ચેસ ઓલિમ્પિયાડ દેશમાં યોજાઈ રહી છે. નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે સમારોહમાં જણાવ્યું હતું કે ભારત ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રીલે ધરાવનાર પ્રથમ દેશ બન્યો છે. આ રેલી દેશના 75 શહેરોમાં 40 દિવસ ફરશે. 1927 થી આયોજિત આ સ્પર્ધા ભારતમાં પ્રથમ વખત યોજાઇ રહી છે. જેમાં 189 દેશો ભાગ લઇ રહ્યાં છે. આ કોઇપણ ચેસ ઓલિમ્પિયાડમાં સૌથી મોટી ભાગીદારી છે. બાળકો અને કિશોરોને મોબાઈલ ના દૂષણ થી દુર રહીને ચેસ રમવાની આદત દ્વારા બુદ્ધિ અને સતર્કતાને કેળવવા અનુરોધ કર્યો હતો.

Advertisement

નહેરુ યુવા કેન્દ્ર નવસારી અને નવસારી વહીવટીતંત્ર તથા જિલ્લા રમત ગમત એસોસિએશન દ્વારા 44 મી ચેસ ઓલિમ્પિયાડની મશાલ બેન્ડ માસ્ટરને આગળના સફર માટે ટોર્ચ રેલીમાં ચેસ ગ્રેન્ડ માસ્ટર્સ તેજસ બકરે અને અંકિત રાજપરા દાંડી ખાતે સોંપણી કરી ટોર્ચ રેલીને ચેન્નાઈ તરફ પ્રસ્થાન કરવામાં આવી હતી. નવસારીના ઐતિહાસિક દાંડી નેશનલ સાલ્ટ મેમોરીયલ હોલ ખાતે નવસારી જિલ્લાનાં 105 જેટલા વિધાર્થીઓએ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખેલાડીઓ ચેસની બાજી રમીને આ સ્વાગતને યાદગાર બનાવ્યું હતું. આ પ્રસંગે નવસારી ડી ડી ઓ અર્પિત સાગર, SDNYKS ગુજરાતના મનીષા શાહ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડ્રેસનનાં ભાવેશ પટેલ સાથે રમતવીરો અને વિધાર્થીઓ તેમજ નેહરુ યુવા કેન્દ્રના સ્વયમ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

પ્રવેશ પાસની બારી ખોલવા બાબતે કર્મચારી તથા અસરગ્રસ્ત વચ્ચે તું-તું મે મે ના દ્ર્શ્યો.

ProudOfGujarat

હાર્દિકની ઘરેથી ઉપવાસ કરવાની તૈયારીઓ, અમદાવાદમાં ધારા 144 લાગુ, 4થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે ….

ProudOfGujarat

આણંદ BJPના વોટસઅપ ગૃપમાં અશ્લિલ વિડીયોની લીંકથી ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!