નવસારી જિલ્લામાં સખીમંડળો માટે શકિત પ્રોજેકટ
જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાના હસ્તે ઇ- લોન્ચ કરાયો :
નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાના હસ્તે સેલ્પ હેલ્પ ગૃપના ઇ-શકિત પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાબાર્ડના ડેપ્યુટી જનરલ મેનેજર વિમલ મિશ્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.કે.હડુલા, ડીએલએમ સંતોષ દિનાકર પણ આ અવસરે ઉપસ્થિત હતા. આ ઇ-શકિત પ્રોજેકટ હેઠળ જિલ્લાની નવ હજાર સખીમંડળોને આવરી લેવામાં આવ્યા છે. હવે બેંકર્સ અને બહેનોને ઇ-માધ્યમ વડે એકબીજા સાથે જોડવામાં આવી છે.
ઇ-શકિત પ્રોજેકટનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ઇ-શકિતએ ઇતિહાસ અને વર્તમાનને જોડતી કડી છે. સરકારની યોજનાઓનો વિચાર પ્રજામાંથી આવતો હોય તે હંમેશા સફળ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વસહાય બચત જુથોની મુવમેન્ટને મોટું સ્વરૂપ આપવાનો પ્રયત્નો થઇ રહયા છે. જેમાં સફળતા મળશે. નવસારી જિલ્લો રાજમાં સ્વસહાય બચત જુથોના આધારકાર્ડ સીડીંગમાં મોખરે રહયો છે. જિલ્લામા આ જુથોમાં મોટુ પોટેન્શીયલ રહયું છે. તેમાં આધુનિકરણ કરીને તમામ ગૃપોને બેંક ડીજીટલાઇઝેશન કરવાનો પ્રયાસ છે. તેમણે બેંકરોને સ્વસહાય જુથો સાથે સંકળાયેલી મહિલાઓને મદદરૂપ બનવા પણ અનુરોધ કર્યો હતો. બેંકર્સોને ઇ-શકિત પ્રોજેકટ દ્વારા તમામ માહિતી મળી રહેશે.
નાબાર્ડના ડેપ્યુટી જનરલ મેનેજર વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે, સ્વસહાય જુથોએ આજથી ૨પ વર્ષ પહેલા શરૂઆત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ડીજીટલ ઇન્ડિયાની કલ્પનાને સાકાર કરવા ઇ-શકિત પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં ત્રીજા તબકકામાં પાંચ જિલ્લામાં ઇ-શકિત પ્રોજેકટ શરૂ થયો છે. આ કાર્યક્રમ થતી બેંકર્સની ગૃપની તમામ જાણકારી કમ્પ્યુટર કે મોબાઇલ પર મળી રહેશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગરીબ સ્વસહાયજુથની બહેનો ગૃપમાં નવી શકિતનો સંચાર થશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.કે.હડુલા અને લાઇવલીહુડના મેનેજર સંતોષ દિનાકરને ઇ-શકિત પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. નાબાર્ડના એજીએમ દિલીપ કદમે પણ બેંકર્સને માહિતી આપી હતી. સ્વસહાય જુથના ટીમ લીડરોને ઇ-શકિત પ્રોજેકટનું પ્રેઝન્ટેશન દર્શાવાયું હતુ. સાથે તાલીમ પણ આપવામાં આવી હતી.