હજુ પણ લોકો જૂની રદ થયેલી ભારતીય ચલણી નોટો વટાવવાનો કારોબાર ચલાવી રહ્યા છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક લોકો જૂની ચલણી નોટો રદ થઇ છે તેને અડધા ભાવે હજુ પણ વટાવી રહ્યા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે અનેક લોકોને ઝડપી લીધા હતા. ત્યારે આ નોટો ક્યાંથી આવે છે કોણ લાવે છે તેના મૂળ સુધી ગુજરાત પોલીસ પહોંચી શકી નથી ત્યારે નવસારીમાં પણ આવી જ જુની નોટો વટાવવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેમાં આજે દિવ્યેશ ગામીત નામનો યુવાન જૂની ચલણી નોટોમાં 1000 ની નોટ 493 તેમજ 500 ની 248 નોટો સાથે જલાલ પોર અબ્રામા રોડ ઉપરથી લઈને પસાર થતો હતો ત્યારે જલાલપોર પોલીસ શંકા જતા દિવ્યેશની તપાસ કરતા તેની પાસેથી ઉપરોક્ત જૂની રદ થયેલી નોટો કિંમત રૂપિયાં 692000 મળી આવી હતી પોલીસે તેની અટક કરી ને આ રૂપિયા કોને આપવા જતો હતો કોણ વટાવવામાં આવતા હતા કેટલા રૂપિયા આપતા હતા તેની તપાસ શરૂ કરી કરી છે.