નવસારી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી મહિલાના પર્સ અને મોબાઈલ મળી કુલ રૂ! ૭૯,૫૦૦/-ણી ચોરીના બનાવામાં આર.આર.સેલ ગાંધીનગરની ટીમે કોલ ડીટેઇલના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
૨૨-૦૧-૨૦૧૭ નાં રોજ નવસારી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ક્રિષ્નાબેન પટેલ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તે દરમ્યાન ટ્રેન આવતા તેઓ કઈ ટ્રેન આવી છે તેમ પૂછવા ઉભા થતા કોઈ અજાણ્યા ઇસમે તેઓનું સોના-ચાંદીના દાગીના ભરેલ પર્સ તેમજ મોબાઈલ મળી કુલ રૂ! ૭૯,૫૦૦/- નાં મુદ્દામાલની ચોરી કરી ગયેલ જેને ફરિયાદ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. રેલ્વે પોલીસ અધિક્ષક શરદ સિંઘલ તથા એલ.સી.બી પી.આઈ બોદરા, રેલ્વે પી.એસ.આઈ એન.એમ.તલાટી, એલ.સી.બી પશ્ચિમ રેલ્વે સુરતનાઓએ સ્ટાફના માણસો સાથે વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અંગેની સૂચનાનાં આધારે તપાસ હાથ ધારી ગાંધીનગર પશ્ચિમ રેલ્વે આર.આર.સેલના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ચંદુભા તેમજ તેમના સાથીદારોએ ગુનાની કોલ ડીટેઈલનાં આધારે તપાસ કરતા મૂળ અમદાવાદના પણ હાલ નવસારીમાં વેજલપુર માં રહેતા અને હીરા ઘસવાનો ધંધો કરતા નરેશભાઈ તેમજ હૈદરાબાદ તૈલંગણા વાળાને શોધી કાઢી ચોરીના મોબાઈલ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુ કિંમત રૂ! ૭૪,૩૦૦/- સાથે ઝડપી પાડી સીઆરપીસી કલમ ૪૧ (એ) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.