Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ નવાપુર અને સોનગઠ ખાતે પણ લોકોએ બંધને સમર્થન આપ્યુ…

Share

આજ રોજ પેટ્રોલ ડીઝલ પર વધતા જતા ભાવ અને મોંઘવારી વિરુદ્ધ આપેલ બંધના એલાનના પગલે નવાપુર નગરના લોકોએ પણ બંધને સમર્થન આપ્યુ હતુ. મળતી માહિતી મુજબ કેટલાક અપવાદોને બાદ કરતા સમગ્ર નવાપુર નગરની દુકાનો અને બજારો આજરોજ બંધ રહ્યા હતા બંધની અસર સ્પષ્ટ પણે જન-જીવન જણાતી હતી એસ.ટી બસોમા તેમજ અન્ય સ્થાનોએ લોકોની અવર-જવર ખુબ ઓછી જણાય હતી. આવી જ પરિસ્થિતી સોનગઠ નગરમાં પણ સર્જાય હતી. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો અને કુદકે-ભુસકે વધતી મોંઘવારીના પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠતા કોંગ્રેસ અને સાથી પક્ષોએ આપેલ બંધના એલાનને સમર્થન આપ્યુ હતુ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

ઉત્તરાખંડ : હરિદ્વારમાં 7 મસ્જિદને લાઉડસ્પીકર મુદ્દે 5 હજારનો દંડ ફટકારાયો

ProudOfGujarat

રાજકીય પાર્ટીઓને છોટુ વસાવાનો લલકાર, આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો…ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!