નવાપુરઃ મહારાષ્ટ્રના જલગાવની એક કંપનીના 3 કર્મચારીને નવાપુરના જામતલાવ ગામે ઇનોવામાં આવેલા 7 અજાણ્યાએ આંતરીને 2.41 કરોડની લૂંટ મચાવી હતી. ઘટના અંગે 12 કલાકની તપાસમાં છ લૂંટારૂઓની પોલીસે ધરપકડ કરી 1.22 કરોડ કબજે લીધા છે. 1 ફરાર છે.
2.41 કરોડ રૂપિયા અમદાવાદના વેપારી કમલેશ રજનીભાઇ શાહને ત્યા પહોંચાડવાના હતા
મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બાલાજી એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ હરિશભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ ટાટા સફારી કાર નંબર એમએચ 19બીયુ 9009માં ડ્રાઇવર તરીકે સુરતના અલથાણ ખાતે રહેતા શૈલેશભાઇ દ્વારકાભાઇ પટેલને લઇ નીકળ્યા હતાં. કારમાં ત્રણ બેગમાં 2.41 કરોડ હતાં. જે અમદાવાદના વેપારી કમલેશ રજનીભાઇ શાહને ત્યા પહોંચાડવાના હતાં. નવાપુરના 5 કિલોમીટર પહેલા પિપળનેર રસ્તા ઉપર આવેલ રાયપુર જામતલાવ ગામ નજીક પસાર થતા હતાં. સવારે 11 વાગ્યે પાછળથી એક ઈનોવા (GJ-05CL- 2243)માં લૂંટારૂઓ સવાર ટાટા સફારી ગાડીને ઓવરટેક કરી હતી અને કાર સામે થોભાવી હતી.
ત્રણે નગ્ન અવસ્થામાં હોય, જેથી લૂંટારુઓનો પીછો પણ કરી શક્યા ન હતા
ઇનોવામાંથી 3 લૂંટારૂ બહાર આવી કાર ડ્રાઇવર શૈલેશ પટેલના માથા પર પિસ્તોલ મુકીને નીચે ઉતારીને પાછળ બેસાડી બે લૂંટારૂઓ ચપ્પુ લઈને પાછળની સીટ પર બેસી ગયાં હતા. ત્રીજો કાર હંકારી વાર્સા નજીક પિસ્તોલ-ચપ્પુ બતાવી નગ્ન કર્યા હતાં., અને રોકડા 2.41 કરોડની લૂંટ કરી ભાગી ગયા હતાં. ત્રણે નગ્ન અવસ્થામાં હોય, જેથી લૂંટારુઓનો પીછો પણ કરી શક્યા ન હતાં. બાદ ઘટનાની જાણકારી માલિકને આપી હતી. નવાપુર પોલીસમાં કાર ચાલક શૈલેશ પટેલે ફરિયાદ આપતાં લૂંટનો ગુનો નોંધી અને પોલીસે 12 કલાકની તપાસમાં મહેસાણાથી છ લૂંટારૂઓને 1.22 કરોડ અને ઇનોવા મુદામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 1 લૂંટારૂ મેઘરાજ દરબાર બાકીના લૂંટના રૂપિયા સાથે ફરાર છે.
મહારાષ્ટ્રથી રૂપિયા અમદાવાદ પહોંચાડતા લૂંટની ઘટના, છ પકડાયા, 1 ફરાર
– પટેલ રાજેશ કાનજીભાઇ રહે, ગડુલી લખપત-કચ્છ
– અમરસિંહ ચૈનાજી ઠાકુર રહે,મઘપુરા- મહેસાણા
– અક્ષય શૈલેષભાઇ પટેલ રહે,ડીંડોલી સુરત મૂળ, રાજગઢ-વિસનગર,મહેસાણા,
– પ્રકાશ શાંતિલાલ પટેલ રહે, ડિંડોલી સુરત મૂળ,કનસેરા, શીમપુર- પાટણ
– દિપક હસમુખભાઇ પટેલ રહે, ડીંડોલી સુરત, મૂળ લક્ષ્મીપુરા,ઊજા
– હાર્દીક ગોવિંદભાઇ પટેલ રહે, ડીંડોલી સુરત મૂળ, થલોટા, વીસનગર
આ હથિયાર વપરાયા
ઇનોવા કાર મહેસાણાથી પાંચ લૂંટારૂ સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે ઝડપી પાડી હતી. પોલીસને 3 ચપ્પુ, 1 એરગન અને 1 પિસ્તોલ મળી છે.
ત્રણેય લૂંટમાં મોડેસ ઓપરેન્ડી એક જ
નવાપૂર ચિંચપાડા રેલવે ફાટક પાસે અગાઉ બે વખત આંગડીયાની લૂંટ થઈ છે. ત્યારે પણ બોગસ પોલીસ બનીને લાખોની લૂંટ કરી હતો. ત્યારે જળગાવથી સુરત પૈસા જતાં હતા. ત્રણેય કેસમાં લૂંટ કરવાની કામગીરી એક જેવી છે.
સુરતના હાર્દિકે ટિપ આપી હતી
સુરતનો હાર્દિક ગોવિંદ પટેલે આંગડીયાની ટીપ લૂંટારૂઓને આપી હતી. રૂપિયા લઇ કારમાં આવતો ડ્રાઇવર શૈલેશ પટેલ હાર્દિકના ગામનો હોવાથી જે અંગે હાર્દિક સારી રીતે પરિચીત હોય તમામ ટીપ્સ લૂંટારૂઓને આપી હતી.
ઇનોવાના આધારે લૂંટારૂ પકડાયા
ભોગ બનનારે ઇનોવા કારનો નંબર નોંધ્યો હોય, પોલીસને તપાસમાં સરળતા રહી હતી. કારનો રજીસ્ટ્રેશન નંબર આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી. નંબર ટ્રેસ કરતા મહેસાણાનો બતાવતા પોલીસે છ લૂંટારૂને ઝડપી લીધા હતા…સૌ