Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

Share

અત્રેની શાળામાં જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, નવાગામમાં ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ધૂમધામ થી કરવામાં આવી તેમાં હારૂનભાઈ.બી.મેમણના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કર્યા પછી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ જેમાં દેશ ભક્તિના ગીતો ઉપર નૃત્ય કર્યા હતા અને રંગારંગ ઉભો કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ.એ.તડવી એ પોતાના વ્યક્તવ્ય માં બાબા સાહેબ આંબેડકરને યાદ કરી બંધારણના આર્કિટેક્ટ કહ્યા હતા અને સ્વાતંત્ર્ય વીરોને પણ યાદ કરવા આહવાન કર્યું હતું. જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતાબેન.સી.તડવી, પ્રાથમિક વિભાગના આચાર્યા દર્શનાબેન.એમ.તડવી તથા શાળાના શિક્ષકો નીરજકુમાર આર.શર્મા, જિતેન્દ્ર એન.પટેલ તથા શાળાના શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : ટ્રકમાં પશુદાનની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે ની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા, સારંગપુર અને જીતાલી ગામોના તૈયાર થયેલ ચાર રોડનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

ProudOfGujarat
error: Content is protected !!