નસવાડી તાલુકાનાં 211 ગામોમાં ખેતીનો પાક લેવાય છે. જેમાં મકાઇ, કપાસ, ડાંગર, કેળ, સહિત શાકભાજીનો પાક લેવામાં આવે છે. ચાલુ સાલે ખેતીલાયક વરસાદ વરસતા ચોમાસુ પાક સારો એવો થાય તેવા હેતુથી ખેડૂતો દ્વારા મોંધુ બિયારણ તેમજ ખાતર જંતુનાશક દવાઓનો મસ મોટો ખર્ચ કર્યો હતો. ખેતી પણ સારી થઈ હતી. પરંતુ તાલુકામાં 100 ઉપરાંત ગામોમાં આવેલ ખેતરોમાં જંગલી ભૂંડોના ટોળેટોળા ઉમટી પડી ખેતીના પાકને ભારે ભેલાણ કરતાં ખેતી નિષ્ફળ જઇ રહી છે. ભૂંડોના ત્રાસથી ખેતીને ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભૂંડોનો ત્રાસ એટલો વધ્યો છે કે ખાસ કરીને મકાઈના પાકને ભારે નુકસાન કરતાં ખેડૂતો દ્વારા મકાઈના પાક લેવાનું માંડી વાળ્યું છે.
મયુર શાહ:- નસવાડી
Advertisement