Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા પોલીસે પોઇચા પાસે કારમા આવતા વિદેશી દારૂ સાથે બેની અટકાયત કરી,એક ફરાર 

Share

નર્મદા પોલીસે પોઇચા પાસે કારમા આવતા વિદેશી દારૂ સાથે બેની અટકાયત કરી,એક ફરાર

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાના સીધા માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ એચ.જી.ભરવાડને મળેલી બાતમીના આધારે પોઇચા ત્રણ રસ્તા પર પોલીસ ટિમ સાથે વોચ રાખી હતી.દરમિયાન સામેથી બાતમી વાળી બાઈક નં.GJ 22 D-1700 આગળ પાયલોટિંગ સાથે આવી રહેલી ફ્રન્ટી કાર નં.GJ 06 AH 2739 અને બાઈક બન્નેને અટકાવી તપાસ કરી હતી.ત્યારે ફ્રન્ટી માંથી વિદેશી દારૂની 48,000 રૂપિયાની કિંમતની 10 પેટીઓ,10,000 રોકડા મળી આવ્યા હતા.બાદ પોલીસે બાઈક,ફ્રન્ટી ગાડી,વિદેશી દારૂ અને રોકડા મળી કુલ 1,16,000/- નો મુદ્દામાલ ઝડપી પાડી બાઈક પર પાયલોટિંગ કરતા મુકેશ બીજલ વસાવા (રહે,જેતપુર,નાંદોદ,નર્મદા)તેમજ ફ્રન્ટી લઈ આવતો મહેન્દ્ર રાયસીંગ પાટણવાડીયા (રહે,અણખી,જિલ્લો ,વડોદરા )ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.પરંતુ સાથેનો રોહિત રાજેન્દ્ર વસાવા (રહે,કુંવરપુરા,નાંદોદ ) એ અંધારાનો લાભ લઈ નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

पाकिस्तान में नहीं रिलीज होगी नीरज पांडे की ‘अय्यारी’!

ProudOfGujarat

છેલ્લા દોઢ વર્ષથી વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!