ઉપરવાસમાં ભારે વરસાદ થી કેવડીયા ખાતે નર્મદા ડેમ માં સતત વધી રહેલી જળ સપાટી થી ડેમ માંથી છ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી છે.ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના જુનાપોરા જુનીતરસાલી જુના ટોઠિદરા જુનીજરસાડ ઓરપટાર વિ.ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.નર્મદા માં સતત વધી રહેલી જળ સપાટીથી નદી બે કાંઠે વહેતા સંભવિત પુરની સ્થિતિ ને પહોંચી વળવા તંત્ર એ કવાયત હાથ ધરી હતી.અને કાંઠાના ગામોને જરુર પડ્યે સ્થળાંતર કરવા તૈયાર રહેવા જણાવાયું હતું.આજે તા.૯ મીના રોજ સાંજે સાડા ચાર કલાકે કેવડીયા ખાતે પુર સંબંધિત કચેરીનો ટેલિફોનીક સંપર્ક કરતા જાણવા મળ્યુ કે નર્મદા માં દર કલાકે છ થી સાડાછ લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.કુલ ૬૧૭૧૫૧ ક્યુસેક પાણીની આવક સામે છ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે.જેના પગલે નર્મદા માં પુરની સ્થિતી સર્જાતા કિનારાના ગામો માં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાતા તંત્ર એ પુરની સ્થિતિ ને પહોંચી વળવા કવાયત હાથ ધરી હતી.
નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ તંત્ર દ્વારા કિનારાના ગામોને એલર્ટ કરાયા
Advertisement