ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમ માં પાણી ની સપાટી માં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાથી ડેમ માંથી નર્મદા માં પાણી છોડાતા નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાઇ છે.ત્યારે ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં પુરના પાણી પ્રવેશી જતા ઝઘડીયા મામલતદાર રાજવંશી અને રાજપારડી પીએસઆઇ જાદવે સ્ટાફ સાથે આ પુર ગ્રસ્ત ૫ ગામોના ૬૧ જેટલા અસરગ્રસ્ત પરિવારોને અવિધા અને ભાલોદ ખાતે ઉભા કરાયેલા રાહત કેમ્પો માં ખસેડ્યા હતા.જે પૈકી પોરા ગામના ૨૨ પરિવાર ઓરપટાર ના ૧૦ જુનીતરસાલી ના ૧૧ જુનાટોઠિદરા ના ૫ અને જરસાડ ના ૧૩ પુર અસરગ્રસ્ત પરિવારોનું સલામત રીતે સ્થળાંતર કરાવ્યુ હતું.
Advertisement