રોડરસ્તા,સાફસફાઈ અને મચ્છરો ના વધી રહેલા ઉપદ્રવના વિરોધમાં રાજપીપલાની જાગૃત મહિલાઓએ કલેક્ટર ને આવેદન પાઠવ્યું
આરીફ કુરેશી.રાજપીપલા
રાજપીપળા નગરને ગંદકી મચ્છર મુક્ત કરવા તેમજ રખડતા ઢોરને પાંજરે પુરવા અને તૂટેલા રસ્તાઓ ને રીપેરીંગ કરવા બાબત એક આવેદનપત્ર જિલ્લા કલેકટર ને સંબોધીને રાજપીપળાની જાગૃત મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું હતું
તેમાં જણાવ્યું હતું કે હાલ રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગંદકી પ્રદૂષિત પાણીની ગટર લાઇનો ની સાફ સફાઈ થતી નથી ઘર શેરીઓનો સૂકો ભીનો કચરો લેવા નગરપાલિકાના વાહનો પંદર દિવસે આવે છે જેથી નગરમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે નગરમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સાફ સફાઈ માટે યોગ્ય પગલાં લેવામાં આવે
પાણીની લાઈનોમાં ભંગાણ પડી ગયેલ છે તે લાઈનો તાત્કાલિક નવી નાખવી મચ્છરોનો નાશ માટે દવાઓ અને પાઉડર નિયમિત છંટકાવ કરવો રાજપીપળા નગરમાં ઠેર ઠેર ખાડા પડેલા છે તેને પુરાવામાં આવે અને તૂટેલા રસ્તો નું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે રાજપીપળા નગરના મુખ્યમાર્ગો પર ઢોરો બેસી રહે છે જેથી અકસ્માત થવાનો ભય રહે છે ઘરથી સુકો ભીનો કચરો લઈ જવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે
નવદુર્ગા હાઈસ્કૂલની પાસે અને મંદિરની સામે જ કચરાપેટી આવેલી છે તે તાત્કાલિક હટાવવામાં આવે ઉપરાંત નિઝમશાહ દરગાહ પાસેની કચરાપેટી હટાવવામાં આવે તથા શાક માર્કેટ પાસેની કચરાપેટી કે જ્યાંથી સ્કૂલના નાના બાળકો પસાર થાય છે તે કચરાપેટીઓ પણ હટાવવામાં આવે તેવી માંગણી કરી હતી
આ બાબતે અગ્રણી શબાના બેન આરબ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજપીપળા માં સાફસફાઈ થતી નથી ઉપરાંત ઘણા દિવસો સુધી ડોર ટુ ડોર કચરો લેવા પણ આવતા નથી અને ઠેર ઠેર ઢોરો નો ત્રાસ છે વારંવાર નગરપાલિકા માં રજુઆત કરવા છતાં પાલિકા આંખ આડા કાન કઈ છે જેથી આજે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું અને પ્રજાજનો નું દુઃખ જલ્દી દુર થાય તેવી રજુઆત કરી હતી
આ બાબતે ચિટનીશ ટુ કલેકટર એસ એન સોનીએ જણાવ્યું હતું કે આ બાબતે મેં પાલિકાના ચીફ ઓફિસર સાથે ટેલિફીનિક વાતચીત કરી છે બે થી ત્રણ દિવસ માં તમામ સમસ્યાઓ નું નિરાકરણ લાવવા જણાવ્યું છે