રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા વીજ કંપની નો વાહીવટ થી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે રાજપીપળા પંથક માં મોડિ સાંજે પવન સાથે વરસાદ શરૂ થતાંજ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો
રાજપીપળા ના મુખ્યમાર્ગ સહિત અનેક વિસ્તારો માં વીજપુરવઠો ખોરવાઈ જતા લોકો રોષે ભરાયા હતા ત્યારબાદ અડધા કલાક ના સમય બાદ કેટલાક વિસ્તારો માં વીજ પુરવઠો શરૂ થયો હતો અને અન્ય ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહ્યો હતો ત્યારે વીજ કંપની ની કામગીરી સામે આનેક સવાલો ઉભા થઇ રહ્યા છે
ત્યારબાદ રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલ સામે આવેલ વીજ કંપની ના કમ્પ્લેન સેન્ટર માં ફોન લગાવતા બે વાર ફોન રિસીવ કર્યો ન હતો અને બાદ માં રિવિવ કરતા ટાઉન ફિડર માં ફોલ્ટ હોવાનું માલુમ પડ્યું
અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ના કારણે નર્મદા જિલ્લા નું નામ વિશ્વ ફલક ઉપર અંકિત થયું છે ત્યારે વીજળી જેવી પાયાની સુવિધા આપવામાં વીજ કંપની ના હવાતિયાં જોવા મળી રહ્યા છે એ દુઃખદ બાબત કહી શકાય