હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે ત્યારે નર્મદા જિલ્લાનાં તિલકવાળા તાલુકાના મેવાસના મુસ્લિમ સેવાભાવી યુવાનો દ્વારા તિલકવાળા સહિત આસપાસનાં ગામોમાં ગરીબોને 100 જેટલી અનાજની કિટોનું વિતરણ કર્યું હતું.
મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલી કીટમાં ચોખા, ઘઉં, તુવેરદાળ, ખાંડ, તેલ, હળદર, મરચું, ધાણા પાવડર, ચા, નહાવાના સાબુ, ડુંગળી, બટાકા, સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સમાજનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમે લોકડાઉનમાં લોકોનાં ધંધા રોજગાર બંધ છે ત્યારે જે જરૂરતમંદ લોકો છે તેમને 100 જેટલી કીટનું વિતરણ કર્યું છે અને આગળ જો જરૂર જણાશે તો આ સેવા આપવા અમે સમસ્ત મેવાસના મુસ્લિમ સમાજ તૈયાર છીએ.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement