નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલ ગોરા બ્રિજ જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમનું નિર્માણ કાર્ય ચાલુ કરાયું ત્યારે બનાવેલા ગોરા બ્રિજના વચ્ચેના ભાગને તોડવાની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 1 માર્ચ 2020 થી ચાલુ કરવામાં આવી છે.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ અને આસપાસના સ્થાનિક ગ્રામજનો મોટે ભાગે ગોરા બ્રિજ પર થઈને કેવડિયા તરફ જતા હતા. ચોમાસામાં જ્યારે ધોધમાર વરસાદ વર્ષે અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે એ પુલ સંપૂર્ણ ડૂબી જતો હતો.એ સમય દરમિયાન પણ આસપાસના 8 થી 10 ગામો સંપર્ક વિહોણા થઈ જતા હતા.એ જ કારણોસર ગોરા બ્રિજની બાજુમાં જ સમાંતર બીજો એક બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.ગોરા બ્રિજ કરતા 25 મીટર ઊંચા બનેલા નવા બ્રિજની કામગીરી આગામી 5-6 દિવસમાં પૂર્ણ થતાં એ બ્રિજ રાહદારીયો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આગામી સમયમાં ક્રુઝ બોટ સેવા ચાલુ થવાની છે.એ જ કારણે 800 મીટર લાંબા ગોરા બ્રિજના 72 થી 75 મિટરના વચ્ચેના ભાગને તોડવાનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો છે.હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ અને આસપાસના સ્થાનિક ગ્રામજનો માટે ગરુડેશ્વર થઈ કેવડિયા જવા માટે ડાયવર્ઝન અપાયું છે.એક તરફ સરદાર સરોવર નર્મદા નિગમના આ નિર્ણયથી આસપાસના ગ્રામજનો રોષ વ્યક્ત કરી એમ જણાવી રહ્યા છે કે પુલ તોડવા અંગેનું જાહેરનામું બહાર પાડયા વગર લીધેલો આ નિર્ણય યોગ્ય નથી. તો બીજી તરફ નર્મદા-ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયને લીધે પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે નવા બ્રિજના લોકાર્પણ પહેલા જૂનો પુલ તોડવાનો નિર્ણય બિલકુલ યોગ્ય નથી.જ્યાં સુધી નવો બ્રિજ ચાલુ ન થાય ત્યાં સુધી આસપાસના ગ્રામજનો તકલીફ પડશે અને 10-12 ની પરીક્ષાઓ પણ આવે છે, પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડશે.જ્યાં સુધી નવો બ્રિજ ચાલુ ન થાય ત્યાં સુધી જૂનો બ્રિજ ચાલુ રાખવો જોઈએ.
રાજપીપળા, આરીફ જી કુરેશી
રાજપીપળા : આશરે 50 વર્ષ જૂનો અડીખમ ગોરાનો બ્રિજ તોડવાની કવાયત હાથ ધરાઇ.
Advertisement