વિશાલ મિસ્ત્રી,રાજપીપળા
આજની ભાગદોડની જિંદગીમાં કોઈને કોઈ માટે સમય જ ક્યાં છે.એક બાજુ રસ્તા પર અકસ્માતમાં તડફળિયા મારતો હોય એ જોવા છતાં કોઈ એની વ્હારે આવતા નથી અને અંતે એ મૃત્યુ પામે છે.એવા પણ કેટલાયે કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે નર્મદા જિલ્લાના ટાઇગર ગ્રુપ નામના એક સેવાભાવી સંગઠને એવુ સરાહનિય કાર્ય કર્યું કે ખરેખર એમની ઉપર ગર્વ મહેસૂસ કરી શકાય.
બન્યું એમ કે રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે સવારે વીજ કરંટ લાગવાના કારણે એક કપિરાજ મૃત અવસ્થામાં પડ્યો હતો.તે બાબત ટાઇગર ગ્રુપ નર્મદાના કાર્યકર્તાને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવીને કોઈ અન્ય વાહન ચાલકને તકલીફ ના થાય તે માટે મૃત કપિરાજને રસ્તાની બાજુમાં લાવી દીધા.ત્યારબાદ ટાઇગર ગ્રુપના અધ્યક્ષ પ્રેમભાઈ તથા તેમના બીજા કાર્યકર્તાઓ ભેગા થઈ ને કોઈ વાહન કે સગવડની રાહ જોયા વગર પોતાની મોટર બાઈક ઉપર મૃત કપિરાજને અવાવરું જગ્યા ઉપર લઈ જઈને પાવડા ત્રિકમ દ્વારા જાતે ખાડો ખોદીને પૂજા વિધિ કરીને કપિરાજના હિન્દૂ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા.ત્યારે આ કિસ્સો માનવતા મરી નથી એ સાબિત કરે છે.