રાજપીપળા
નર્મદા બંધ કેવડિયા કોલોની પ્રવાસન વિભાગના તાબામાં ચાલતી પીઆરઓ કચેરીમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જી.વી.પટેલ હાલ નિવૃત થઇ ગયા એને 9 મહિના થઇ ગયા.એમનું હજુ પેન્શન પણ બંધાયું નથી,છેલ્લા 9 મહિનાથી લોકો પાસે ઉધાર માંગી ઘર ચલાવી રહ્યા છે ત્યારે તેમનું પેન્શન મંજુર કરી આપવા માટે જી.વી.પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી વહેલું પેન્શન આપવા માંગ કરી છે.
કેટલીક વાર જે કચેરીમાં કામ કરતા હોય એ કચેરીના કર્મચારીઓ દ્વારા કામગીરી અંગે બેદરકારી દાખવવાથી અન્ય કર્મચારી હેરાન પરેશાન થઇ જતા હોય છે.આવો જ કિસ્સો નર્મદા બંધ કેવડિયા કોલોની પ્રવાસન કચેરીમાં ફરજ બજાવતા જી.વી.પટેલ સાથે બન્યો છે.જી.વી.પટેલના જણાવ્યા મુજબ એમની નિવૃત્તિની તારીખ નક્કી હોવા છતાં કચેરીમાં કામ સાંભળતા ક્લાર્ક દ્વારા કામગીરીમાં વિલંબ કરતા આજે નિવૃત થયા એને 9 મહિના થઇ ગયા છતાં પેન્શન ચાલુ થયું નથી,પેન્શન ચાલુ કરવા ગાંધીનગરના 3 ધક્કા ખાઈ આવ્યા.જે બોન્ડ લાવવાના હતા જે તમામ જાતે લઈને આપ્યા તેમ છતાં પણ કચેરીની ગોકળ ગતિએ ચાલતી કમગીરીનો હું ભોગ બન્યો છું.મારા પરિવારનું પ્રવાસન વિભાગના કર્મચારીઓ વિચારે અને પેન્શન કેશની જે પણ કવેરીઓ હોય એ ઝડપથી સોલ્વ મને પેન્શન આપે તો મારુ પરિવાર આર્થિક ભીંસમાંથી બહાર આવે.આ જ રીતનું મેં મુખ્ય મંત્રીને ફરિયાદ કરી છે ત્યારે મુખ્યમંત્રી કેવા પગલાં ભારે છે જોવું રહ્યું.