Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા ધારીખેડા સુગરના કર્મચારીનું બાઈક સ્લીપ થતા મોત…

Share

સુગરમાં સ્ટોર ક્લાર્ક ની ફરજ બજાવતા ધનપાલ શાંન્તીયા કામટે પત્ની અને બાળક સાથે બાઈક પર જતા હતા એ સમયે કુમસગામ પાસે બાઈક સ્લીપ થતા તેમનું મોત જયારે પત્ની અને બાળકને ઇજા પોહચી હતી.

નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી માં સ્ટોર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધનપાલ કામટે નામના કર્મચારી સોમવારે સાંજે પત્ની અનિતાબેન અને પુત્ર પ્રેમ સાથે મો.સા.નં.જીજે 22 બીઓ 323 પર જતા હતા એ સમયે નાંદોદના કુમસગામ પાટિયા પાસે એમની મો.સા.પુરપાટ હંકારતા માર્ગ ઉપર સ્લીપ ખાઈ જતા ધનપાલભાઈ ને ગંભીર ઈજાઓ થઈ હતી તેથી તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે અકસ્માત માં પત્ની અને બાળક ને પણ ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા આ બાબતે ધારીખેડા સુગરના વિજય પાટીલે આમલેથા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે ઓમ સાંઈ યોગા ગ્રુપ દ્વારા અંકલેશ્વર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : વલણ હાઇસ્કુલ શાળાનાં આચાર્યનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

સાંસરોદના યુવા કવિ ઈમ્તિયાઝ મોદીએ યુવા પ્રતિભા પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી નામ રોશન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!