ગત 12 માર્ચે ખાણખનીજ વિભાગે ઓવરલોડમાં પકડી સીઝ કરેલી ટ્રક ક્વોરી પર મુક્યા બાદ ટ્રક માલિકે ડ્રાઈવર મારફતે ટ્રક ચોરી કર્યાનો શક હોવાની ફરિયાદ દાખલ.
નર્મદા જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા ગત 12 માર્ચે તપાસ દરમિયાન ઓવરલોડ ના ગુના માં એક હાઇવા ટ્રક નં. GJ 19 XX 7780 ને પકડી કાયદેસર કાર્યવાહી કરી ઓવરલોડમાં આ ટ્રક સીઝ કર્યા બાદ વાસલા ગામની એક કવોરી ઉપર સીજ કરી મુકેલ હતી ત્યારે આ હાઇવા ટ્રકનો માલીક તથા હાઇવા ટ્રકના ગાડીનો ડ્રાઇવર નામે મોહનભાઇ નટુભાઇ સંગાળાએ આ જગ્યા પરથી તારીખ 12 થી 14 માર્ચ દરિમિયાન કોઇ પણ સમયે આ ટ્રક વાહનના માલીક તેના ડ્રાઇવર મારફતે મુક્ત કરેલ ન હોવા છતા ખાણખનીજ વિભાગને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર હાઇવા ટ્રક્ જેની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાનો શક છે તેથી આ બાબતે ખાણખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝર દીપેશ દેવટીયા એ ગરુડેશ્વર પોલીસ મથકે શકદાર તરીકે ટ્રકના મલિક અને ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.