Proud of Gujarat
FeaturedGujarat

ગરુડેશ્વર ખાતે લગ્નની વર્ધી માં ઘોડો લઈને આવેલા બે યુવાનોના કુવામાંથી મૃતદેહો મળતા અનેક અટકળો…

Share

વડોદરા જિલ્લાના પાદરા પાસેના વડું ગામથી ઘોડો લઈ લગ્નમાં આવેલા ચાર પૈકી બેના મૃતદેહો કુવામાંથી મળતા હત્યાની આશંકા.જોકે ઘોડો વિફરતા ભાગદોડમાં આ ઘટના બની હોય એી પણ વાત લોકોં ચાલી રહી હતી પરંતુ એક સાથે બે યુવાનોના મૃતદેહ કુવા માંથી મળતા અનેક શંકા.રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પોહચી રાતના અંધારામાં હૅલોજનની મદદે રેસ્ક્યુ કરી બંનેના મૃતદેહો બહાર કાઢ્યા. 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બિલથાણા ગામે ગત તારીખ 14 માર્ચ ના રોજ ગણપતભાઈ ભીલ ના દીકરા વિજય નું લગ્ન હોવાથી લગ્ન માટે વડું ગામથી ઘોડો મંગાવ્યો હતો આ ઘોડો લઈ અલ્તાફ પીરૂશા દીવાન ઉ.વ.૨૩ હાલ.રહે.અલવા તા.તિલકવાડા જી.નર્મદા તથા(૨) આશીકશા મહેબુબાશા દીવાન ઉ.વ..૨૫ રહે.વડુ તા.પાદરા જી.વડોદરા તેમજ તેમની સાથે ગુમાનપુરા ગામના અજરૂદીનશા પિરૂશા દીવાન તથા મેઘાભાઇ જયરામભાઈ વર્ધિમા આવેલા પરંતુ લગ્ન બાદ તેમાંથી કોઈ ઘરે પરત ન આવતા તેમની શોધખોળ કરતા ગત તારીખ 18 માર્ચ ના રોજ આ ચાર પૈકી અલ્તાફ દીવાન અને આશીકશા દીવાન ના મૃતદેહો બિલથાણા ખાતે આવેલ ઉડા જુના કુવામા હોવાનું જણાતા રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પોહચી રાતના અંધારામાં હૅલોજનની મદદે રેસ્ક્યુ કરી બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ગરુડેશ્વર પોલીસે હાલ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ એમ.બી.વસાવા કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

નેત્રંગ તાલુકાનાં મચામડી ગામ ખાતે જમીનને નુકશાન બાબતે થયેલ ઝઘડામાં લાકડાના સપાટા મારી એક વ્યક્તિની હત્યા કરવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : પરણીતા પાસે વિઝા ફાઇલનાં રૂ. દોઢ લાખ માંગી અન્ય બહાના કરી સાસરિયાએ ટુકડે ટુકડે રૂ. 23 લાખ પડાવ્યા જાણો કયાં અને કેવી રીતે ?

ProudOfGujarat

છોટાઉદેપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!