નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં આમદલા ગામના ખેડૂતને માથે નહેર ખાતાનાં બેજવાબદાર અધિકારી કર્મચારીઓની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. આવા જ બેજવાબદાર અધિકારીને પગલે 70 વર્ષીય ખેડૂતને પોતાનો ધઉંનો પાક બચાવવા માટે અધિકારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે. આમદલા ગામનાં 70 વર્ષીય ખેડૂત સુમનલાલ તડવીના એ પોતાનાં ખર્ચ પાણીથી પાઇપ લાઇન નાંખી છે. ગામનાં લોકોને પણ પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવી છે. જયારે આ વૃદ્ધ ખેડૂતે પાણી માટે માંગણી કરતા નહેર ખાતાનાં અધિકારીઓએ આડેધડ કેનાલ તોડી નાંખી પાણી આપતા સાથે ખેડૂતની પાઇપ લાઇન પણ તોડી નાંખવા આ મામલે ખેડૂત દ્વારા નહેર ખાતામાં રજુઆત કરી પરંતુ કંઇ જ પગલાં ભરવામાં આવ્યા નહીં રોજ રોજ અધિકારીઓની કચેરીમાં ધક્કા ખાઈ રહેલા વૃદ્ધ ખેડૂત પર દયા પણ આવતી નથી. ખેડૂતનાં ખેતરમાં કેનાલમાંથી તૂટેલા ભાગેથી પાણી ભરાતાં ધઉંનો પાક નાશ પામે તેવી ભીતિ વ્યક્ત કરી છે. જ્યારે આ મામલે ખેડૂત દ્વારા હવે તાત્કાલિક ધોરણે કેનાલ રિપેરિંગ કરવામાં આવે તેમજ તેમની તોડી નાંખેલ પાઇપ પણ રિપેરિંગ કરી આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
ગૌતમ વ્યાસ : કેવડિયા