Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

Share

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને દસ વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો છે.બનાવની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામને કોઠી સ્ટેન્ડ નજીક રહેતા વિષ્ણુભાઈ ભાણા ભાઈ તડવી અને તેમની પત્ની ઉષાબેન અને તેમનો પુત્ર તારીખ 13-3-2018 ના રોજ બપોરે જમવા બેઠા હતા તે દરમિયાન પત્ની ઉષાએ પતિ વિષ્ણુને ઠપકો આપ્યો હતો કે તમે કોઈ કામ ધંધો કરતા નથી રોટલા બેસીને ખાવ છો એવો ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પતિ વિષ્ણુભાઈ પત્ની ઉષાને કુવારીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ સંદર્ભે ગરુડેશ્વર પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો તેનો કેસ નર્મદા કોર્ટમાં નામદાર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક સેશન જજ જેપી ગઢવીની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ કૈલાશબેન છે ધારદાર દલીલો અને સબૂત અને સાક્ષી રજૂ કરીને રજૂઆત કરતાં કોર્ટ દ્વારા વિષ્ણુભાઈ તડવીને દસ વર્ષની સખત કેદની સજા તેમજ 1000 રૂપિયા નો દંડ ફટકાર્યો હતો જો એ દંડ નહીં ભરે તો ત્રણ માસની વધુ સજા હુકમ કર્યો હતો.

Advertisement

Share

Related posts

પાલીતાણા તાલુકાના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો

ProudOfGujarat

ગોધરા- આઈટીઆઇ પાસે આવેલુ વૃક્ષ ધરાસાઇ થતા એક યુવકને સામાન્ય ઇજા.

ProudOfGujarat

ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં સતત 7 મી વખત પ્રમુખ તરીકે કોંગ્રેસની સહકાર પેનલના પ્રદ્યુમનસિંહ સિંધા, ઉપપ્રમુખ નદીમ શેખ અને વિજય થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!