Proud of Gujarat
INDIAEducationFeaturedGujarat

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

Share

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

તમસીલજહા એ સોલાર સ્માર્ટ વિલેજ ની જોરદાર કૃતિ રજૂ કરી અન્ય ને એક જોરદાર મેસેજ આપતાં તેની આ કૃતિને સૌએ બિરદાવી હતી 

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી

રાજપીપળા : જી.સી.ઇ.આર.ટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નર્મદા તથા બીઆરસી ભવન નાંદોદ આયોજિત જિલ્લા કક્ષાનું 21મુ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2019 નું આયોજન રાજપીપળા ખાતે કલરવ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં કલરવ શાળા ની તમસીલજહા કુરેશી એ સોલાર સ્માર્ટ વિલેજની કૃતિ રજૂ કરી અન્યને એક જોરદાર મેસેજ આપતાં તેની આ કૃતિને સૌએ બિરદાવી હતી. 

આ પ્રદર્શન તારીખ 25-9-19 થી 27-9-19 આમ ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય એમજી શેખ દ્વારા આયોજિત આ પ્રદર્શનનું આયોજન નાંદોદ તાલુકાના બી.આર.સી ચિરાગભાઈ મપારા દ્વારા કરવામાં આવ્યું જેમાં તારીખ 25 -9-19 ના રોજ કૃતિઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તારીખ 26-9-19 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પીડી વસાવા શિક્ષણ સમિતિના ચેરમેન અમનાબેન સાથે જિલ્લા પંચાયત પ્રમુખ દામુભાઈ સાથે જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી બી એમ નિનામા જીલ્લા વિજ્ઞાન વિષય ના તજજ્ઞ રોબિન ભગત હાજર રહ્યા હતા તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો સમસ્ત સ્ટાફે હાજરી આપી હતી પ્રદર્શનનું પ્રદર્શન નું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસના આ પ્રદર્શનમાં રાજપીપળા તથા આજુ બાજુના ગામની શાળાઓએ લાભ લીધો હતો બીજા દિવસની રાત્રે બાળકો તથા શિક્ષકોના મનોરંજન માટે ડાયરા તથા હાસ્ય સંમેલનનું આયોજન રાખવામાં આવ્યું હતું અને આ સંમેલનના બાળકો તથા શિક્ષકોએ ખૂબ જ મજા માણી હતી ત્રીજા દિવસે બપોરના ભોજન બાદ કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ટિમ નાંદોદે ખડે પગે સતત મહેનત કરી હોય ટીમ નાંદોદને અભિનંદનને પાઠવ્યા હતા એમ નાંદોદ ના બી.આર.સી તથા ડાયટના પ્રાચાર્ય એમ જી શેખે જણાવ્યું હતું. 


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી.

ProudOfGujarat

વડોદરા : શિનોર પાસે નર્મદા નદીમાં મગરો લાશને ખેંચીને લાવ્યા કિનારે : ત્રણ મગરો વચ્ચે માનવ મૃતદેહને ખાવા હોડ જામી.

ProudOfGujarat

મોંઘવારીનો માર : પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં કિલોદીઠ 2 રૂપિયાનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!