Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા યોજાનારા “બાળ અધિકારો- ફરિયાદ નિવારણ” કેમ્પમાં રજૂઆત કરી શકાશે

Share

રાજપીપલા ખાતે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા
યોજાનારા “બાળ અધિકારો- ફરિયાદ નિવારણ” કેમ્પમાં રજૂઆત કરી શકાશે

રાજપીપળા. આરીફ જી કુરેશી

Advertisement

રાજપીપળા,ગુરૂવાર:- રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૧૦=૦૦ કલાકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણીના આનંદ ભવન ખાતે યોજાનારા “બાળ અધિકારો- ફરિયાદ નિવારણ” કેમ્પમાં બાળકોના અધિકારોના થતાં હનન સંદર્ભે કોઇપણ વ્યક્તિ લેખિત-રૂબરૂમાં રજૂઆત કરી શકશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આયોગનો મુખ્ય ઉદ્દેશ બંધારણીય જોગવાઇઓ, વિવિધ કાયદાઓ અને નિયમોમાં મળતા અધિકારોને સુનિશ્વિત કરી બાળકોના અધિકારોનું હનન થતાં અટકાવવાનો છે.

નર્મદા જિલ્લામાં સદર બાબતે યોજનારા ઉક્ત કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા અરજદારોએ સવારે ૯=૦૦ કલાકે રાજપીપલા ખાતે સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગેના પ્રશ્નો અગાઉથી રજૂ કરવા માંગતી વ્યક્તિઓને તેમના પ્રશ્નની વિગતો લેખિત સ્વરૂપમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં-૬, ભોંયતળીયે, જિલ્લા સેવા સદન, નર્મદા, ફોન નં (૦૨૬૪૦) ૨૨૩૫૭૫ ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ કેમ્પના દિવસે રૂબરૂમાં પણ પ્રશ્નો રજૂ કરી શકાશે અને ઉક્ત દિવસે સવારે ૯=૦૦ કલાકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણીના આનંદ ભવન ખાતે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ રૂબરૂમાં ફરજીયાત હાજર રહેવા જણાવાયું છેJ


Share

Related posts

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે લૂંટ ધાડનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

જંબુસર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

અદિતિ ગોવિત્રિકરે પોતાની સૌંદર્ય સ્પર્ધા માર્વેલસ મિસિસ ઈન્ડિયા 2023 લોન્ચ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!