Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

Share

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટીના વહીવટના અભાવે પૌરાણિક મંદિરો જર્જરિત હાલતમાં:વીએચપી,બજરંગ દળે આવેદનપત્ર આપ્યું.

Advertisement

રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટીથી જો મંદિરોનો વહીવટ ન થતો હોય તો વહીવટ અમને આપી દો:નર્મદા જિલ્લા વીએચપી અને બજરંગદળની માંગ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા શહેરના મોટા ભાગના મંદિરોનો વહીવટ રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી દ્વારા કરાય છે.તો એ મંદિરોની કાળજી ન લેવાતી હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે નાંદોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટીના અધ્યક્ષ તરીકે નાંદોદ તાલુકાના મામલતદાર હોય છે.રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી હસ્તકના શહેરના મોટે ભાગના પૌરાણિક મંદિરો વહીવટને અભાવે જર્જરિત હાલતમાં હોવાથી હિન્દુઓની લાગણી દુભાઈ છે.આ મંદિરો ગમે ત્યારે જર્જરિત જમીન દોસ્ત થાય એમ છે,જો આમ થશે તો મોટી હોનારાતના જવાબદાર રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી જ ગણાશે.જો તમારાથી બરાબર વહીવટ ન થતો હોય તો નર્મદા વીએચપી અને બજરંગદળને વહીવટ સોંપી દો.મંદિરોના આંગણા માંથી કેટલીયે વાર ચોરીઓ થાય છે તે છતાં અત્યાર સુધી કોઈ આરોપી પકડાયો નથી.સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી જેથી અમુક ગ્રાન્ટ લેપ્સ થાય છે.આમા મામલતદાર નાંદોદ જવાબદાર છે લગભગ 15 કે તેની આસપાસ મંદિરો પૈકી વિકાસ માટે ફક્ત એક જ મંદિરને પ્રાધાન્ય આપવામાં આવે છે અને બાકીની અવગણના થાય છે.આ આવેદનપત્ર આપતી વેળાએ નર્મદા જિલ્લા વીએચપીના ઉપાધ્યક્ષ અજીતસિંહ રાઠોડ,બજરંગદળ સંયોજક પ્રગનેસ રામી,સુરેશ પાટણવાડિયા,રોહિત વસાવા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ તાલુકામાં નબીપુર ખાતે આયોજીત હાશ્મી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રસાકસી વચ્ચે ઝાડેશ્વર ટીમનો ભવ્ય વિજય થયો હતો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પિપદરા તેમજ કાંટીદરા ગામે બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયુ.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં ઓરી ગામથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!