Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

Share

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે ખેતરમાંથી 2 વડોદરા આર.આર સેલે બાતમીને આધારે ડેડીયાપાડા પોલીસ સાથે મળી વિપુલ પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વડોદરા રેન્જ આર.આર સેલને ડેડીયાપાડાના મંડાળા ગામે ખેતરમા ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી.તો વડોદરા રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા સર્કલ પીઆઈ આર.એન.રાઠવા,વડોદરા રેન્જ આર.આર.સેલ પીએસઆઈ એચ.પી.ઝાલા,આર.આર.બ્રહ્મભટ્ટ તથા એફ.એસ.એલ ના સાયન્ટિફિક ઓફિસર,પો.કો મુનિર.બળવંતસિંહ.ગરાસિયા સાથે ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામના કાંતિલાલ.સોનજી.વસાવાના ખેતરમા તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એ ખેતરમા બિનઅધિકૃત રીતે વાવેતર કરેલ ગાંજાના 4520 છોડ જેનું વજન 71.960 કિલો અને કિંમત 2,15,880 નો જથ્થો ઝડપી પાડ્યો હતો,તો કાંતિ સોનજી વસાવા તેના ટેકરા ફળિયા ખાતેના રહેણાંકે મળી આવ્યો હતો.વડોદરા આર.આર સેલે કાંતિ.સોનજી.વસાવા વિરુદ્ધ નારકોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટનસ એક્ટ મુજબ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી ગુનો નોંધ્યો હતો.આ ગુનાની તપાસ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાશે અને આરોપીના પોલિસ કસ્ટડી રિમાન્ડ મેળવી ગાંજાની હેરફેર અને વેચાણના ષડયંત્રની તપાસ કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે અંગત અદાવતમાં અંસાર માર્કેટ પરિવારનો વૃદ્ધા પર હુમલો કર્યો જે આરોપીની પોલીસે કરેલી અટકાયત

ProudOfGujarat

નર્મદા એલસીબી-એસઓજી એ દેવલિયા પાસે 16 લાખના મુદ્દામાલ સાથે ટાયરો ચોરતી ગેંગને ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!