નર્મદાની ગરૂડેશ્વર અને તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલને 100% પરિણામ બદલ મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ
ગરૂડેશ્વરની એકલવ્ય મોડેલ સ્કૂલ નાંદોદનું ધો-10 માં 100% પરિણામ,જ્યારે તિલકવાડાની મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ ધો-10 અને 12માં જિલ્લામાં પ્રથમ.
રાજપીપળા:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે દાહોદમાં ગત 3/2/2019ના રોજ ત્રિ-દિવસીય રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ 2019 ખુલ્લો મુકાયો હતો.કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી જશવંતસિંહ ભાભોર,ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,રાજ્ય મંત્રી બચુ ખાબડ,રમત ગમત અને સાંસ્કૃતિક મંત્રી ઈશ્વર પટેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ નાંદોદને ધો-10 માં 100% પરિણામ બદલ અને તિલકવાડા તાલુકાની મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ ધો-10માં અને ધો-12 સામાન્ય પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહમાં 100% પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગરૂડેશ્વરના ગોરાની એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ નાંદોદના આચાર્ય રાકેશ.એમ.લકુમને અને તિલકવાડાની મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલના આચાર્ય વિમલ.સી.મેહતાને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાઈ હતી.