કેવડિયા પોલીસે 12 સ્થાનિક આગેવાનો સામે ફરિયાદ નોંધાતા કેવડિયા ગામ સ્વયંભૂ બંધ.
રાજપીપળા:કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગલે દેશના વિવિધ 33 રાજ્યોના ભવનો પણ કેવડિયામાં બનાવવાનું સરકારે નક્કી કર્યું છે. હવે આ ભવનો બનવાથી આજુબાજુના ગામોના ગ્રામજનોની જમીનો જવાની હોવાથી કેવડિયા સહિત આસપાસના ગ્રામજનોએ આનો વિરોધ નોંધાવ્યો હતો.હરિયાણા સીએમ ખટ્ટરના હસ્તે કેવડીયામાં હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરાયા બાદ ગુસ્સે ભરાયેલા કેવડિયા સહિત આસપાસના ગ્રામજનોએ આંદોલન દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.જેમાં નર્મદા પોલીસના એક પીએઅઆઈ અને પો.કો ઘાયલ થયા હતા.આ મામલે કેવડિયા પોલીસે 11 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા રાત્રી કોમ્બીનગ પણ હાથ ધરાયુ હોવાથી લોકો હેરાન થતા હોવાની બુમો ઉઠી છે.
સરકાર જો હુકમી કરી ગ્રામજનોના આંદોલનને તોડી રહી છે અને તથા કેવડિયા પોલીસે 11 લોકો સામે ખોટી રીતે રાયોટિંગનો ગુનું નોંધ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.હાલ કેવડિયા પોલીસની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ પણ ફેલાયો છે.બીજી બાજુ 11 લોકો સામે ખોટી રીતે ગુનો નોંધાયો હોવાનું જણાવી સોમવારે કેવડિયાના વેપારીઓએ સ્વયંભૂ બજાર સજ્જડ બંધ રાખ્યું હતું.આ વિરોધ સાથે બજાર બંધ રાખી કેવડિયા વેપારીઓ પણ ગ્રામજનોને સહકાર આપવા માટેનો સંકેત આપ્યો હતો.પણ હવે વેપારીઓ કેટલા સમય સુધી ગ્રામજનોને સહકાર આપે છે તે જોવું રહ્યું કેમ કે પોલીસે ફરિયાદ તો નોંધી છે પણ ધરપકડ બાકી છે.ત્યારે ગ્રામજનોની માંગ છે કે પોલીસ ફરિયાદ પાછી ખેંચે નહીતો ગાંધી ચીંધ્યા માર્ગે આ આંદોલનને વધુ વેગવંતુ બનાવાશે.