ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગે અગાઉ ગાંધીનગર ખાતે મળેલ કારોબારી માં નક્કી થયા મુજબ તારીખ 9/12/18 ના રોજ જામનગર ખાતે એકતા સમેલન યોજી સરકાર સામે આંદોલન ની રણનીતિ નક્કી કરી હતી.જેના અનુસંધાને અધિક જિલ્લા કલેકટર નર્મદા તેમજ જિલ્લા વિકાસ અધિકારી નર્મદા ને તારીખ 20/12/18 ના રોજ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી 33 જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા 35000 કરતા વધારે આરોગ્ય કર્મચારીઓ ની માંગણી ઓ સંદર્ભે અધિક નિયામક આરોગ્ય કમિશનર સાથે અનેક વાર યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવાયેલા પ્રસનોનો કોઈ નિરાકરણ ન આવતા રાજ્યભર ના આરોગ્ય કર્મચારીઓ માં નિરાશા વ્યાપી જતા આરોગ્ય સેવા ઠપ કરવાની ચીમકી ઉચારેલ છે.તેમની માંગણીઓ માં પંચાયતી આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ કર્મચારી ગણી તે મુજબ પગાર સુધારણા બાબત તેમજ રાજ્યસેવા ની જેમ પંચાયત સેવામાં ત્રીસ્તરીય માળખા નો અમલ કરવા અને પ્રમોશન ની નીતિ તૈયાર કરવા અંગે ની માંગણી કરવામાં આવી છે