જ્યાં સુધી અમરા પ્રશ્નોના યોગ્ય જવાબ નહી મળે ત્યાં સુધી કચેરી બંધ રહેશે-(કરમસિંહ વસાવા)
મળતી માહિતી મુજબ ગત રોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે નર્મદા અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિ તથા નર્મદા વિસ્થાપિતોનાં આગેવાનોએ પોતાની માંગણીઓ ન સંતોષાતા કેવડિયા નિગમની સરકારી કચેરીઓને તાળાબંધી કરી હતી.સરકાર અમારી વાત સાંભળતા નથી તેમજ અમારી વિવિધ માંગણીઓ પણ પુરી કરતી નથી,જેથી આજરોજ અમોને અમારા પ્રશ્નોના યોગ્ય જવાબ તેમજ યોગ્ય નિકાલ નહી મળે ત્યાં સુધી કછેરી બંધ રહેશે તેવું અસરગ્રસ્તોની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યુ હતુ.આ તાળાબંધી થતા પોલીસતંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઇ અસરગ્રસ્ત આગેવાનો સાથે તેઓની માંગણીના મુદ્દાઓ પર વિસ્ત્રુત ચર્ચા કરી હતી.સરકારી કચેરીએ જઇ અસરગ્રસ્તોએ હલ્લાબોલ કરી “લડેગે – જીતેગે” તેમજ “હમારી માંગે પુરી કરો” તથા “અમોને ન્યાય આપો” ના નારા લગાવ્યા હતા તેમજ આ બાબતે અગાઉ પણ વિસ્થાપિતોએ રોજગારી મુદ્દે કલેક્ટરશ્રી ને આવેદન આપ્યુ હતુ જેનુ પણ આજ દિન સુધી કચેરીએ પાલન કર્યુ નથી તેવુ મહેશભાઇએ જણાવેલ હતુ.આ ઘટના દરમ્યાન અસરગ્રસ્ત આગેવાન કરમસિંહે જણાવ્યુ હતુ કે કચેરી અમને કોણીએ ગોળ ચોપડી રહી છે.હજી સુધી અમારા અસરગ્રસ્ત ભાઇઓને નોકરી પણ મળી નથી તેમજ અમારીસાથે છેતરપીંડી કરી રહી છે
બોક્ષ: અમને ન્યાય ક્યારે મળશે ??-(કરમ સિંહ)
અમને નોકરી ક્યારે મળશે??-(જીકુ તડવી)
અમે અહીં લડવા આવ્યા નથી.(કરમ સિંહ)
પોલીસ અમારી સાથે ઘર્ષણમાં ન ઉતરે-(કરમ સિંહ)