સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાનગી વાહનો ઘુસાડતાં રોષની લગણી.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા, કે.કોલોનીથી નજીક નર્મદાબંધ પાસે સરદાર વલ્લ્ભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જેનુ લોકાર્પણ દેશના લોકલાડીલા વડાપ્રધાન સાહેબ ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ધામધુમથી કરી ગયેલ છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાના પ્રતિક તરીકે વિશ્વભરમાં પ્રસિધ્ધ બની છે ત્યારે તેને નિહાળવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ કે.કોલોની ખાતે આવી રહ્યાં છે જેનો પ્રવેશ પાસ ટીકીટ કેવડીયા ખાતેથી મેળવવાનો હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજેતરમાં લકઝરી બસોની નિમણુંક કરેલ છે જેથી બહારથી આવતા પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો નર્મદામાતાની મૂર્તી પાસે બનાવેલ પર્કીગ ઝોનમાં પાર્ક કરી આ બસમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે જઈ શકે પરંતુ દુ:ખની વાત એ છે કે અહિં વહીવટતંત્ર દ્વારા નિયમોનું પાલન ચોક્કસ પણે થતું નથી ખાનગી વાહનોને ડાયરેક્ટ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઘુસાડવામાં આવે છે જેથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવાં મળી છે. વહીવટ તંત્ર દ્વારા અમુક ખાનગી વાહનો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા દેવામાં આવે છે તો આ વાહનો કોની મંજુરીથી ઘુસાડાયા છે તે પ્રશ્નએ ચર્ચાનું જોર પકડ્યું છે. મહત્વની વાત તો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પોંહચતા પહેલા વચમાં બે ચેક પોસ્ટ બનાવવામાં આવ્યાં છે જ્યાં ખાનગી વહનોના ચેકીંગ પ્રક્રીયા પણ હાથ ધરવામાં આવે છે તો પછી ખાનગી વાહનો ઘુસાડવા માટે જવાબદાર કોણ ? શું વહીવટ તંત્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ નિહાળવા માટે ચોક્કસ નિયમો બનાવ્યાં છે ખરા ? અને જો બનાવ્યાં હોય તો તેનું પાલન થાય છે ખરૂ ? વગેરે ચર્ચાએ જોર પકડ્યું છે થોડાં સમય પહેલાં પેસેન્જરમાં ફરતાં ખાનગી વાહનોને પણ આ જ્ગ્યાએ જવા દેવામાં આવતા ન હતા તો પછી બહારથી આવતાં પ્રવાસીઓનાં ખાનગી વાહનોને કોની રહેમ નજર હેઠળ જવા દેવામાં આવે છે. તે પ્રશ્નએ લોકોને મુંઝવણમાં મુક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ને નિહાળવાં આવતાં પ્રવાસીઓ રાજકીય વગ લાઈને આવતા હશે કે પછી વહીવટ તંત્રના ખીસ્સા ગરમ કરતા હશે તેવી લોકચર્ચા જોવાં મળી છે.
સરકાર શ્રી કોઈપણ કાયદાનું પાલન સખત રીતે થાય તેવા હેતુથી નિયમો બનાવે પરંતુ સરકારનાં સરકારી બાબુઓની આવી મીલીભગતથી નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની સરકારી છબી ખરડાતી હોવાનું જણાય છે તો શું આવાં અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટનાં વહીવટ માટે રાખવા જોઈએ ખરા ?