મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે રેવાભાઈ શંકરભાઈ તડવીના ઘર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે કામગીરી તકલાદી હોવાનુ જણાયું છે તેમજ આ કામગીરીમાં સાધન સામગ્રી પણ યોગ્ય ગુણવત્તા યુક્ત વપરાતી ન હોવાની બુમ ઉઠી છે આ બાબતે અગાઉ પણ ઘણી વાર જે તે વહીવટતંત્રની કચેરીએ રજુઆતો કરાઈ હોવાનું જણવા મળેલ છે તેમજ સંરક્ષણ દિવાલની કામગીરીમાં નદીના માટીવાળા ગ્રેવલ વપરાય છે તેમજ સીમેન્ટ પણ ઓછો વપરાતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો આ કામગીરી સારી યુગ્ય ગુણવત્તાવાળી થાય તેવા હેતુથી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તથા પ્રાંત અધિકારીને લેખીતમાં રજુઆત કરવામાં આવી છે.
Advertisement