તંત્રની મીલીભગતથી પૈસા કમાવવાનો વેપલો.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કે.કોલોની ખાતેની સ.ન.નિ કચેરી દ્વારા નિગમના તેમજ બિનનિગમના કર્મચારીઓને નિગમના નીતી નિયમો નેવે મુકીને સરકારી મકાનો માત્ર રહેવાના(પોતે) હેતુથી ફાળવી આપેલ છે પરંતુ અહિતો મકાન માલિકો પોતે ન રહેતાં આવા મકાનો અન્ય લોકોને ભાડે આપી સરકારી મકાનોનાં ભાડાંખાવાનો વેપલો શરૂ કર્યો છે કે.કોલોની ખાતે ફાળવેલા મકાનોમાંથી ૭૦% મકાનોમાં મકાન માલિકો પોતે રહેતાં ન હોવાની તેમજ ભાડાંખાતાં હોવાની બુમો ઉઠી છે. સરકારી કચેરીની મીલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારીઓ આવાં મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતાં નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શું અધિકારીઓ પૈસા ખાતા હશે ? શું અધિકારેઓ પર કોઈ રાજકીય દબાણ હશે ? વગેરે જેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી મિલકતોનાં ભાંડાખાતાં મકાન માલિકો સામે તંત્ર યોગ્ય પગલા લેશે ખરા ? કે પછી આવાં લોકોનો બચાવ કરશે તે હવે જોવું રહ્યું.