પ્રાપ્ત માહિતિ મુજબ આજરોજ નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના ધોબીસલ ગામે પ્રશાંત આશ્રમ શાળા ખાતે અનુપમ મિશન સંચાલીત (આશા) પ્રોજેક્ટ હેઠળ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન અનુપમ મિશનનાં ડૉ. વનરાજ સિંહ તથા સતીષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કેમ્પમાં લંડનથી પધારેલા મિ.વોર્ટન સાહેબે મુલાકાત લીધી હતી. તેમજ આ.શા.ના વિવિધ પ્રોજેક્ટ તેમજ વર્ગખંડ, શૌચાલય, શાળાના શિક્ષકો, રસોડાઘરની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત વિધિ તેમજ પ્રાથનાથી કરવામાં આવી હતી મહેમાનોનું સ્વાગત આશ્રમ શાળાના પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ. પી. પટેલ તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ બી. પટેલે કર્યું હતું. તેમજ આ કેમ્પમાં આશરે ૧૦૦ થી ૧૫૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો. ડૉ. વનરાજસિંહે તમામ દર્દીઓને ચેક કરી યોગ્ય નિદાન આપયું હતું આ કાર્યક્રમથી લંડનથી પધારેલા ડૉ. વોર્ટન ખુબ જ પ્રભાવિત થયાં હતા. અને વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. બાળકોને નાસ્તાનું, બિસ્કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈની ફોટોગ્રાફર ટીમ પણ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ અમૃતાબેન, કલાવતીબેન, વિમળાબેન, રાજેશભાઈ તથા ગૌતમભાઈ પણ હાજર રહ્યાં હતાં.