( ખેડુતોમાં ખુસીની લહેર વ્યાપી )
( માજી મંત્રી શ્રી શબ્દશરણ તડવીના હસ્તે ઉદધાટન )
મળતી માહીતી મુજબ નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર ખાતે ગત રોજ A.P.M.C નું ઉદધાટન કરવામાં આવ્યું હતુ.૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું નિર્માણ થતા તાલુકાના ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી આ ઉદધાટન કાર્યક્રમમાં માજી મંત્રીશ્રી શબ્દશરણ તડવી અધ્યક્ષ સ્થાને રહ્યાં હતાં. તથા તેઓની સાથે રમણભાઈ ભીમાભાઈ તડવી ( ફુલવાડી ), ઈશ્વરભાઈ તડવી ( લીમખેતર ), ઉસ્માનભાઈ ( જેતપુર-વઘરાલી ), કાનજીભાઈ. કે. તડવી ( બોરીયા ), વિક્રમભાઈ તડવી ( અંકલેશ્વર ), દિનેશભાઈ તડવી ( વાડી ), ઉમંગ શાહ, ઐલેન્દ્રસિંહ ગોહીલ, પદમાકાંતભાઈ તડવી ( ડેકોઈ ) સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં કાર્યક્રમની શરૂઆત પુંજનવિધિ સાથે કરવામાં આવી હતી તેમજ નવી ઓફીસ ખાતે પુંજનવિધિ કરી વજનકાંટા તથા ભુમીપુંજન કરી શ્રીફળ વધેરી શુભારંભ કરવામાં આવ્યો હતો. “ ભારત માતા કી જય “ , વંદેમાતરમ ના નારા ગુંજી ઉઠ્યા હતાં. શુભારંભ દિવસે કપાસનો ભાવ રૂ. ૫૫૫૫ માજી મંત્રી શ્રી શબ્દશરણ તડવી સાહેબ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. પુંજનવિધિ નર્મદેશ્વર મહાદેવ મંદીરના પુંજારી શ્રી મનિષભાઈ સ્વામી મહારાજે કરાવી હતી.આ ઉદધાટનનાં સમાચાર મળતાંજ ખેડુતો કપાસ આપવા માટે ઓફીસે ઉમટી પડ્યા હતા.