મળતી માહીતી મુજબ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીથી નજીક સાધુ ટેકરી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું આશરે ૧૮૨ મીટર સરદાર પટેલની પ્રતીમાનું નિર્માણ થયું છે જેનુ લોકાર્પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ધામધુમ પુર્વક કરી ગયાં છે ત્યારે આ સ્થળ ખાતે વિવિધ વિભાગોમાં જેવાકે સીક્યુરીટી,ગાઈડો, ડ્રાઈવર, એકાઉન્ટન્ટ, સ્વીપરો ભરતી પ્રક્રીયા ચાલુ હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ વિવિધ કેટેગરીમાં ભરતીમાં બહારના લોકોને લેવામાં આવ્યાના આક્ષેપો સાથે સ્થાનિક આદીવાસી સમાજના યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળના ગેટની બહાર ભેગા થઈ વિરોધ દર્શાવ્યો છે. આ લોકોનુ કેહવુ એવુ છે કે સરકારનાં વિકાસના ગામોમાં અમોએ જળ, જમીન, પ્લોટોનો ભોગ આપેલ છે જેથી આ ભરતીઓમાં પ્રથમ તક અમો સ્થાનિક લોકોને આપો જેથી અમે અમારૂ ગુજરાન ચલાવી શકીએ જે અસરગ્રસ્તોએ ખરેખર વિકાસના કામોમાં ભોગ આપેલ છે તેઓને નોકરીમાં પહેલા લેવા જોઈએ તેવી વ્યાજબી માંગ સાથે આજ રોજ વિરોધ નોંધાવ્યો છે.
અમુક સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ પોસ્ટ ભરતી ક્યારે થઈ ગઈ તેની અમોને કોઈ જાણ પણ નથી કરવામાં આવી તેમજ આ ભરતીમાં લાગતા-વળગતા ને તેમજ જે લોકો ધારાસભ્ય, મંત્રી શ્રી ઓની ઓળખાણો લઈને આવે છે તેઓને તરત જ શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં લીધા વગરજ લઈ લેવામાં આવે છે. જેથી સ્થાનિક લોકોએ બેરોજગારીના ભોગ બનવુ પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટમાં થયેલ ભરતી કાયદેસર કે ગેરકાયદેસર તે પ્રશ્નએ ચર્ચાનું જોર પકડ્યું છે.