Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ બેનરોને કેટલાક ભાંગફોડીયા તત્વોએ ફાડી કાઢતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી લોકોને આવા તત્વોથી દૂર રહેવા કરી અપીલ.

Share

નર્મદા જીલ્લામાં કેવડિયાના સાધુબેટ ખાતે નિર્માણાધિન સરદાર પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનીટી”નું આગામી તા. ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભ પટેલની જન્મજયંતિના દિવસે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવા આવવાના હોય તો તેમને આવકારતા બેનરો રોડ રસ્તાઓ ઉપર લગાવવામાં આવ્યા છે. આ બેનરોને અમુક ભાંગફોડીયા તત્વો દ્વારા ફાડીને તોડી નાખવામાં આવ્યા છે. આ બાબતે નર્મદા જીલ્લાની પ્રજાને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને જણાવાયું છે કે “સ્ટેચ્યુ ઓફ યુનીટી”ના આ લોકાર્પણ બાદ નર્મદા જીલ્લો આર્થિક રીતે વિકસિત થવાનો હોય તો તેમાં આપ સૌ લોકો સહયોગ આપો અને આવા ભાંગફોડીયા તત્વોથી દૂર રહો. તેમજ એમને સાથ ન આપો અને આપણા વિસ્તારના વિકાસને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય તો તે માટે સીધો મારો સંપર્ક કરવો.

Advertisement

Share

Related posts

ગુજરાત બાદ હિમાચલમાં પણ આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી.

ProudOfGujarat

જંબુસર નગર પાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ,સ્માર્ટક્લાસનું ઉદઘાટન.

ProudOfGujarat

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ શહેરા લાભી ગામે તળાવો ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!