નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવા બાબતનો જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને એક પત્ર લખ્યો,જો આ પ્રવૃત્તિઓ બંધ નહિ થાય તો જવાબદાર અધિકારીઓને શિક્ષા કરવાની ચીમકી
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો ગુજરાત સરકારે અમલમાં મુક્યો છે.તે છતાં પણ અવારનવાર ગુજરાતભરમાં દારૂ વેચાતો હોવાની બુમો લોકોમાં ઉઠી રહી છે.પોતાના વિસ્તારમાં દારૂના વેચાણ મુદ્દે આમ તો કોઈ પોલીસ અધિકારી કબુલવા તૈયાર નથી થતા ત્યારે જ નર્મદા જિલ્લામાં અમુક અધિકારીઓની મીલિભગતથી દારૂ-જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવા બાબતનો નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જિલ્લાના પોલીસ અધિકારીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં એમણે પોતાના જ પોલીસ અધિકારીઓ પર દારૂના વેચાણને પ્રોત્સાહન આપતો ગંભીર આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા લખાયેલા આ પત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવે છે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની સ્કૂલ બેગમાં દારૂની હોમ ડિલિવરી જેવા કિમીયાઓ બુટલેગરો દ્વારા અજમાવાય છે.આ તમામ પ્રવૃતિઓ જિલ્લાની લોકલ પોલીસ,LCB અને SOG ના સહકારથી કરાય છે.નર્મદા જિલ્લામાં ઈંગ્લીશ દારૂના બુટલેગરોને ત્યાં રેડ પડવાની જગ્યાએ એમને ધંધો કરવા માટે મદદ કરાય છે.નર્મદા જિલ્લાના કેટલાક અધિકારીઓ દ્વારા દારૂની ગાડીઓનું પાયલોટિંગ કરવા જેવું નિન્મ કક્ષાનું કાર્ય પણ કરાય છે.આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અધિકારીઓના નામો પણ અમારી પાસે છે અમે આ અંગે કોલ ડિટેલ પણ મંગાવી છે.જે પણ અધિકારીની આવી પ્રવૃતિઓમાં સંડોવણી જણાશે તો એને આ ગુનામાં આરોપી બનાવાશે.નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તેમના ડિવિઝનમાં નબળું સુપરવિઝન રાખવાને કારણે જિલ્લામાં LCB અને SOG પોલીસની પરમિશનથી દારૂ-જુગારના બુટલેગરોએ ખુલ્લેઆમ અને ચોરીછુપીથી પોતાનો ધંધો ચાલુ કર્યો છે.નર્મદા જિલ્લાના કેટલાક અધિકારીઓની મિલીભગતથી દારૂ-જુગારની ચાલતી પ્રવૃતિઓ સંપૂર્ણપણે બંધ કરવા સખત સૂચના આપવામા આવે છે,જો આમ નહિ થાય તો અધિકારીઓ શિક્ષાને પાત્ર બનશે.
સામાન્ય જનતાએ મોબાઇલ ફોન પર કરેલ ફરીયાદને આધારે મૌખિક ફરીયાદ બાદ આ લેટર લખ્યો હતો:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા
◆આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કેટલાક પોલીસ અધિકારીઓ દારૂના બુટલેગરો સાથે મળેલી હોવા બાબતની સામાન્ય જનતાએ મોબાઇલ ફોન પર ફરીયાદ કરી હતી,જેથી મૌખિક ફરીયાદ બાદ આ લેટર લખ્યો હતો.આધારભૂત રીતે કાંઈ ન કહી શકાય આ એક તપાસનો મુદ્દો છે આ પરીપત્ર એ એક રૂટીન છે.જેમાં દરેક અધીકારીને ઉદ્દેદ્શીને લખવામાં આવે છે.પત્રમાં LCB કે SOGનું નામ હોવાથી સમગ્ર બ્રાંચ દોષીત ન માની શકાય.કોક કર્મીની સામેલગીરી હોઇ શકે.પ્રજામાંથી આવેલ ફરીયાદ બાદ આ પત્રીપત્ર કરાયો છે.મે કોલ ડીટૈલ મંગાવી છે જેમાં જે દોષીત જણાશે તેની સામે કાર્યવાહી થશે.