સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી
રાજપીપળા : આરીફ જી કુરેશી
નર્મદા જિલ્લામાં આકાર પામેલ વિશ્વ નું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ દિવાળી વેકેશન ના કારણે ભારે સંખ્યા માં પ્રવાસીઓ આવી રહ્યા છે ઉપરાંત આગામી 31 મી ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિત માં એકતા દિવસ ની ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે સ્ટેચ્યુ સહિત સમગ્ર આસપાસ નો વિસ્તાર લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે ત્યારે આ ભવ્ય નજારો જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે
આટલી મોટી માત્રામાં પ્રવાસીઓ ની ભીડ માં અનેક બાળકો પોતાના માં બાપ થી વિખુટા પડ્યા હતા ત્યારે પ્રવાસીઓ ના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે નર્મદા પોલીસે સરાહનીય કામગીરી દાખવી હતી પી.એસ.આઈ કે કે પાઠક સહિત અધિકારીઓએ વિખુટા પડેલા અનેક બાળકો નું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ
નર્મદા પોલીસ ની આ સરાહનીય કામગીરી થી સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ આનંદિત થયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો