હરસિદ્ધિ માતાના મંદિર પાસે પરંપરાગત ભરાતા નવરાત્રી મેળાના સ્ટોલ પર પણ આકસ્મિક પ્લાસ્ટીક ચેકીંગ હાથ ધરાયુ
રાજપીપળા નગર પાલિકા દ્રારા નવરાત્રીના મેળામાં પણ પ્લાસ્ટીક ચેકીંગ કરતા ફફડાટ
અનેક સ્ટોલ પર થી પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓનો જથ્થો મળી આવતા પાલિકા ટીમે જપ્ત કર્યો
રાજપીપળા :આરીફ જી કુરેશી
રાજપીપળા : સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ પ્લાસ્ટીક જુમ્બેશ ચાલી રહી હોય રાજપીપળા નગર પાલિકાની ટિમો પણ સમયાંતરે આ માટે લાલા આંખ કરે છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાના માર્ગદર્શન અને સૂચના મુજબ પાલિકાના એન્જીનીયર હેમરાજસિંહ સાથે પાલિકા ટીમે રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ મંદિર પાસે ભરાતાં નવરાત્રીના મેળામાં પણ મંગળવારે અચાનક પ્લાસ્ટીક ચેકીંગ હાથ ધર્યું જેમાં મેળામાં ઉભા કરાયેલા 50 થી વધુ સ્ટોલો પર ચરકિંગ કરતા અમુક સ્ટોલ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટીક બનાવટ ની વસ્તુઓ મળી આવતા આ જથ્થો પાલિકા ટીમે જપ્ત કરી આવા વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટીકની વસ્તુઓ ન વાપરવા કે ગ્રાહકોને ન આપવા કડક સૂચના આપી હતી.