મળતી માહિતી મુજબ ૫ મી જુન વિશ્વપર્યાવરણ દિન નિમિતે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વનવિભાગ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યકમમાં મામલત શ્રી સંજયભાઈ, નાયબ વનસંરક્ષક સામાજીક વનીકરણના પ્રતીક પંડયા, કેવડીયા રેજના R.F.O શ્રી અનિરૂધસિંહ ગોહિલ , રંજનબેન.એ.ગોહિલ, માજી વનમંત્રીશ્રી શબ્દશરળ તડવી, તા.પં પૃમુખ લલીતા બેન.ડી.તડવી સહિત મોટી સંખ્યામાં સ્ટાફ તથા ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યોં હતો. આ કાર્યક્રમમાં આશરે ૧૭૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ તેમ જ સ્વચ્છતાં જાળવવા તથા વૃક્ષોનુંજતન કરવાનો સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમ ને અનુરૂપ પ્રાસંગિક સંબોધન કરાયું હતુ તેમજ ગ્રામજનોને મહેમાનો દ્વારા વિવિધ રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતાં ત્યાર બાદ મેહમાનો એ સ્ટેચ્યું ઓફ યુનિટિના સ્થળની મુલાકાત લીધી હતી કેવડીયા તથા ગોરારેંજના તમામ વનકર્મીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક જોડાયાં હતા,