નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.
રોમિયો તત્વોને જેર કરવા માટે વધુ એક કદમ
નર્મદા પોલીસે રાજ્યમાં સૌ પ્રથમ વાર નિર્ભયા સ્કવોર્ડ બનાવી રોમિયોને નાથવા તરફ એક કદમ ઉઠાવ્યું છે.
આ નિર્ભયા સ્કવોર્ડે તેની પુરી નિષ્ઠાથી ફરજ બજાવી છે.
નિર્ભયા સ્કવોર્ડને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડીયાએ બટન વિડિઓ કેમેરા ફાળવ્યા છે.
જેથી હવે બટન કેમેરાને કારણે નિર્ભયા સ્ક્વોર્ડની તમામ કામગીરી વધુ અસરકારક બની રહેશે.
આ બટન કેમેરાનું સ્કવોર્ડને વિતરણ કરવા આજે રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજાયો.
જેમાં રાજપીપલા સ્ટેટના શ્રીમંત મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ,મહારાણી શ્રીમતી રુક્ષમનિદેવીજી ગોહિલ ની ઉપસ્થિતિ માં બટન કેમેરા નિર્ભયા સ્કવોર્ડને અર્પણ કરાયા.
જેમાં કોલેજના આચાર્ય શ્રી એસ.જી.માંગરોલા, ડી.વાય.એસ.પી.શ્રી રાજેશ પરમાર, ડી.વાય.એસ.પી.શ્રી શુભાષ વાઢેર, ડી.વાય.એસ.પી.શ્રી એમ.એમ.મકવાણા પણ હાજર રહ્યા હતા.
સાથે રાજપીપલા ની પ્રત્યેક માધ્યમિક શાળાઓ બહાર એક ફરિયાદ પેટી મુકાશે.જેમાં કોઈ બહેનને કોઈ સમસ્યા હોય તો તે સમસ્યા નિર્ભય બની જણાવી શકશે અને તેનું નામ ખાનગી રખાશે અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે.
બટન કેમેરા ને કારણે નિર્ભયા સ્કવોર્ડને વધુ મજબુતી મળશે અને અસામાજીક તત્વો સામે વિડિઓ રૂપી એક મજબૂત પુરાવો પણ પ્રાપ્ત થશે.
જિલ્લામાં કુલ 4 જેટલી નિર્ભયા સ્ક્વોર્ડ કાર્યરત છે જેમાં રાજપીપલા ખાતે 2,ડેડીયાપાડા અને કેવડિયા ખાતે 1-1 સ્ક્વોર્ડ કાર્યરત છે
નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.
Advertisement