નર્મદા જિલ્લાના સાગબારામાં કોંગ્રેસ-જેડીયુંનું (હાલ બિટીપી)ગઠબંધન તૂટ્યું,ભાજપના ટેકથી કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા,ડેડીયાપાડામાં બિટીપીએ,તિલકવાડા અને નાંદોદમાં કોંગ્રેસે તથા ગરૂડેશ્વરમાં ભાજપે સત્તા જાળવી રાખી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયત પૈકી નાંદોદ, તિલકવાડા,ગરૂડેશ્વર,ડેડીયાપાડા,સાગબારા તાલુકા પંચાયતોમાં આગામી અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ડેડીયાપાડામાં જેડીયું એ(હાલ બિટીપી),તિલકવાડા અને નાંદોદમાં કોંગ્રેસે તથા ગરૂડેશ્વરમાં ભાજપે સત્તા જાળવી રાખી.તો બીજી બાજુ આશ્ચર્યની વચ્ચે સાગબારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ-જેડીયું(હાલ બિટીપીનું) ગઠબંધન તૂટ્યું છે.ભાજપના ટેકથી કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ છે.ત્યારે સાગબારામાં કોંગ્રેસ-જેડીયું (હાલ બિટીપી) ગઠબંધન તૂટતા આની અસર આગામી 20મી જૂને યોજાનાર નર્મદા જિલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પર પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.હાલ નર્મદા જિલ્લા પંચાયતમાં જેડીયું(હાલ બિટીપીનું) કોંગ્રેસનું ગઠબંધન છે.
નાંદોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના તુલસી વસાવા અને ઉપપ્રમુખ તરીકે રણજિત વસાવા જ્યારે તિલકવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મહેન્દ્ર(કપૂર)ભીલ ઉપપ્રમુખ તરીકે હેતલ તડવી,ગરૂડેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપના વેચાત તડવી અને ઉપપ્રમુખ તરીકે વસીદા તડવી,ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જેડીયુના(હાલ બિટીપી) માધવસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે તરુણા વસાવા,સાગબારા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ઓલીબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે પ્રભાકર વલવીની સર્વાનુમત્તે વરણી કરાઈ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત રોજ કોંગ્રેસે ગરૂડેશ્વર તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ મોડી રાત્રે જ ભાજપે એમના પ્રયાસો નિષ્ફળ કરી પુનઃ સત્તા પ્રાપ્ત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:સાગબારામાં ભાજપના ટેકથી કોંગ્રેસનું શાસન
Advertisement