Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા કલેકટર કચેરીના તત્કાલીન ડે.મામલતદાર સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા.

Share

 

 

Advertisement

વર્ષ 2008માં ભરૂચ ACB એ સલીમ લોહિયા વિરુદ્ધ લાંચ મુદ્દે ગુનો નોંધ્યો હતો,રાજપીપળા કોર્ટે એમને કસૂરવાર ઠેરવી સજા કરી હતી.

 

રાજપીપળા:નર્મદા જિલ્લાની કલેકટર કચેરી ખાતે વર્ષ 2008માં સલીમ લોહિયા ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન એમની પર ભરૂચ ACB એ લાંચ લેવા મુદ્દે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસનો 9 વર્ષ બાદ ચુકાદો આવ્યો જેમાં સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ પુરવાર થયા છે.

 

મળતી માહિતી મુજબ 31/7/2008 ના રોજ ભરૂચ ACB એ નર્મદા કલેકટર કચેરીમાં ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા સલીમ લોહિયા વિરુદ્ધ પ્રિવેનશન ઓફ કરપશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.આ ગુના મામલે ACB રાજપીપળા (ફાસ્ટટ્રેક) કોર્ટમાં કેસ ચાલી જતા ટ્રાયલ કોર્ટે સલીમ લોહીયાને કસૂરવાર ગણી સજા ફટકારી હતી.

 

આ બાબતે સલીમ લોહીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા ગુજરાત હાઇકોર્ટે સલીમ લોહીયા આ કેસમાં ષડયંત્રનો ભોગ બન્યા હોવા ઉપરાંત ગુનેગાર પુરવાર ન થતા હોવાની રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી.અને આ ગુનામાં એમને નિર્દોષ પુરવાર કરતો ચુકાદો આપ્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે સલીમ લોહિયા અત્યારે વકીલ તરીકે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.


Share

Related posts

માંગરોળના આમનડેરા ગામમાં ખેતરાડી રસ્તો બંધ કરતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ગુજરાત રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજય વ્યાપી અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ઊભા કરવામાં કોરોન્ટાઇન સેન્ટરનાં વિરોધમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મામલતદારને એક આવેદનપત્ર આપી કોરોન્ટાઇન સેન્ટરને દૂર ખસેડવાની માંગ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!