Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

Share

ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાની રાહબરી હેઠળ ગત તા. ૨૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ થી નર્મદા જિલ્લામાં તા.૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે હાથ હાથ ધરાયેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી સતત ચાલુ રહેશે. જિલ્લાના તમામ તાલુકા મામલતદાર કચેરીઓમાં આ કામગીરી હાલમાં ચાલી રહી છે.

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર ઉપરાંત તમામ પાંચેય તાલુકાઓમાં તા. ૨૮ મી જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ તમામ મતદાન મથકોએ બી.એલ.ઓ.ની ઉપસ્થિતિમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, સુધારા-વધારા, નામ કમી કરવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેરબદલ કરવા તેમજ તા.૧/૧/૨૦૧૮ ના રોજ ૧૭ પ્લસ હોય તેવા મતદારોની યાદી તૈયાર કરવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં ફોર્મ નં-૬ હેઠળ – ૧૬૧૦, ફોર્મ નં- ૭ હેઠળ- ૪૩૩, ફોર્મ નં- ૮ હેઠળ ૫૮૩ અને ફોર્મ નં- ૮ (ક) હેઠળ ૪૭ મળી કુલ- ૨૬૭૩ અરજીઓ જુદી જુદી કામગીરી માટે રજુ થઇ હતી. તેવી જ રીતે તા.૨૨ મી થી તા.૨૭ મી જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન આ વિશેષ ઝુંબેશ અગાઉ જિલ્લાભરમાં ફોર્મ નં- ૬ હેઠળ ૧૮૯, ફોર્મ નં- ૭ હેઠળ- ૪૫ અને ફોર્મ નં- ૮ હેઠળ ૧૨૧ મળી કુલ- ૨૦૧૮ જેટલી અરજીઓ પ્રાપ્ત થયેલ હતી. આમ, આ કામગીરીના પ્રારંભથી ઉક્ત પ્રથમ ખાસ ઝુંબેશ સુધીના સમયગાળામાં જિલ્લામાં ફોર્મ નં- ૬ હેઠળ ૧૭૯૯, ફોર્મ નં – ૭ હેઠળ ૪૭૮, ફોર્મ નં- ૮ હેઠળ – ૭૦૪ અને ફોર્મ નં- ૮ (ક) હેઠળ ૪૭ મળી કુલ- ૪૬૯૧ જેટલીઓ વિવિધ કામગીરી માટે પ્રાપ્ત થઇ હોવાના અહેવાલ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયાં છે.

Advertisement

Share

Related posts

આમોદ ખાતે ખેડૂત શીબીર આયોજન કરાયું

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદનાં ગોપાલપુરા ગામના રહીશો શિરડી પદયાત્રા જતાં ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat
error: Content is protected !!