રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત નર્મદા જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુરનાં ગામ લીમખેતર ખાતે બાળ લકવા નાબુદી માટે ૦ થી ૫ વર્ષ નાં બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી જીલ્લા પંચાયત નર્મદાના સદસ્ય શ્રી તડવી ઈશ્વરભાઈ બોખરભાઈનાં હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતાપૂરના મેલ સુપરવાઈઝર શ્રી ગીરીશભાઈ બારિયા, આશાબેન તથા આંગણવાળી બહેનો પણ હાજર રહ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુરમાં ૦ થી ૫ વર્ષમાં ૧૭૦૭ બાળકો ને પેરોમેડીકલ ટીમ (૨૮) દ્વારા પોલિયોની રસી પીવાદાવેલ છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અંતરિયાળ વિસ્તાર જેવા કે ગળે, ચાપર, ગધેરમાં પણ ઘરે ઘરે જઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પોલીયોના બે ટીપાં પીવડાવવામાં આવેલ છે.
Advertisement