Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મતદારોમાં પણ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો માટે શ્રી નિનામાની જાહેર અપીલ રાજપીપલા સહિત જિલ્લાભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી

Share

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતદાર એ પાયાની  અગત્યની ભૂમિકામાં રહેલો છે. મતદાર ધારે તે રીતે તેના મતાધિકારનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ વ્યક્તિઓને રાજ્ય-રાષ્ટ્રનું શાસન ચલાવવા ચૂંટી કાઢે છે, ત્યારે તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચુ મતદાન નોંધાવવાની સાથે જિલ્લાને ગૌરવ અપાવવા બદલ નર્મદા જિલ્લાના જાગૃત મતદારો સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સૌ કોઇ અધિકારીઓ-કર્મચારીઓને તેમણે અભિનંદન આપ્યા હતા.

ભારતના ચૂંટણીપંચ દ્વારા ગત ૨૦૧૧ ના વર્ષથી પ્રતિ વર્ષે તા.૨૫ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની થઇ રહેલી ઉજવણી અંતર્ગત આજે આઠમા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટી-ચૂંટણીતંત્ર દ્વારા રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉનહોલ ખાતે યોજાયેલા સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ નર્મદા જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે જિલ્લાના મતદારોએ દાખવેલી જાગૃત્તિની જેમ હવે પછીની આગામી ચૂંટણીઓમાં પણ વિશેષ જાગૃત્તિ સાથે મહત્તમ મતદાન થકી સમગ્ર રાજ્યમાં મોખરાનું સ્થાન જાળવી રાખશે, તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.

Advertisement

શ્રી નિનામાએ હાલમાં ભારતના ચૂંટણીપંચ તરફથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાના હાથ ધરાયેલા કાર્યક્રમ દરમિયાન તા.૧/૧/૨૦૧૮ ના રોજની લાયકાતના ધોરણે મતદારોને તેમના નામની નોંધણી કરાવવા ઉપરાંત નામ-સરનામા વગેરે જેવી બાબતોમાં પણ જરૂરી સુધારા-વધારાની કામગીરીમાં પ્રજાકીય સહયોગ મળી રહે તે જોવા અને આગામી તા.૨૮ મી જાન્યુઆરી અને તા.૪ થી ફેબ્રુઆરીને રવિવારના રોજ આ અંગેની ખાસ ઝુંબેશ દરમિયાન જે તે મતદાન મથકો પર ઘરઆંગણે થનારી આ કામગીરીનો વિશેષ લાભ લેવા અને તે માટે આડોશ-પાડોશ કે પોતાના સગા-સબંધીઓને પણ જાગૃત્ત કરીને તમામ લોકો તેનો લાભ લે તેવી શ્રી નિનામાએ આ તકે જાહેર અપીલ કરી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, ગુજરાત બાળ સુરક્ષા આયોગના ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, વયોવૃધ્ધ વડીલ અને દિવ્યાંગ મતદાતાઓ તેમજ બી.એલ.ઓ., સેક્ટર અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શતાયુ વટાવી ચૂકેલા વડીલ મતદાર, દિવ્યાંગ મતદારો, શ્રેષ્ઠ બી.એલ.ઓ., શ્રેષ્ઠ સુપરવાઇઝર-સેક્ટર ઓફિસર, શ્રેષ્ઠ નોડલ ઓફિસર, શ્રેષ્ઠ પોલીસ અધિકારી-કર્મચારીઓ તેમજ ચિત્ર અને ક્વીઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, શાલ, પ્રમાણપત્ર અને   પુરસ્કાર એનાયત કરીને તેમનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે એમ.આર. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મતદાર જાગૃત્તિ માટે નાટ્ય કૃતિ પણ રજુ કરી હતી તેમજ  મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તરફથી રાષ્ટ્રીય મતદાતા દિવસના સંદર્ભમાં મતદાતાઓ માટે અપાયેલા ખાસ સંદેશો અંગેનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. તદ્ઉપરાંત માટે ઉપસ્થિત સૌએ અચૂક મતદાન માટેની  સામુહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી. તેમજ

આજે પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન મેળવનાર ૧૦૧ વર્ષના શ્રી નાનાભાઇ કરશનભાઇ માછી, દિવ્યાંગ મતદાતા શ્રી મહેમુદાબેન શાહમોહમંદ મકરાણી, શ્રેષ્ઠ બી.એલ.ઓ. શ્રી ચેતનભાઇ ડી. પટેલ અને શ્રી દિનેશભાઇ સી. પટેલ, શ્રેષ્ઠ સુપરવાઇઝર-સેક્ટર ઓફિસર શ્રી એચ.આર. મોરે, શ્રેષ્ઠ નોડલ ઓફિસરશ્રી ડૉ. એન.જી. પટેલ, પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે શ્રી એસ.આર. તાવિયાડ, શ્રી કે.કે. પાઠક, શ્રી જીગરકુમાર આર. પરમાર, શ્રી ક્રિષ્નાભાઇ એસ. વસાવા તેમજ ચિત્ર સ્પર્ધાના પ્રથમ વિજેતા વિદ્યાર્થી શ્રી વિકાસ જી. વસાવા (રૂા.૨૫૦૦/-), દ્વિતિય વિજેતા શ્રી નરેશ એમ. ચૌહાણ (રૂા.૧૫૦૦/-)  અને તૃતિય વિજેતા શ્રી નિલેશ આર. ચાવડા (રૂા.૧૦૦૦/-) નાં પુરસ્કાર ઉપરાંત ક્વીઝ સ્પર્ધામાં પ્રથમ વિજેતા પૂજાબેન આર. વાડીલે (રૂા.૨૫૦૦/-), દ્વિતિય વિજેતા શ્રી અક્ષય જગદીશભાઇ વસાવા (રૂા.૧૫૦૦/-)  અને તૃતિય વિજેતા શ્રી રોહિતકુમાર એચ. બારીયા (રૂા.૧૦૦૦/-) ના પુરસ્કાર એનાયતનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી હેમેન્દ્ર શાહ, નાંદોદ મામલતદારશ્રી રાજુભાઇ પટેલ, ડીઝાસ્ટર મામલતદારશ્રી કરણસિંહ એમ. રાજપુત, જાગૃત્ત મતદારો, શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રારંભમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સી.એન. નાયકે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ માછીએ કર્યું હતું અને અંતમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયાએ આભારદર્શન કર્યું હતું.

આજે રાજપીપલા મુખ્યમથક ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાં પણ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તેના કાર્યક્રમો યોજાયા હતા.


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરનાં ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ પોલીસને ગાળો આપતો વિડીયો બનાવવો પડયો ભારે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના ૧૨ કેસ એકટીવ

ProudOfGujarat
error: Content is protected !!