-ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે ગારદા – મોટા જાંબુડા નો ચેક ડેમ ઓવરફ્લો;
દેડીયાપાડા તાલુકાની ગારદા મોટા જાંબુડા ગામેથી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ ઓવરફ્લો વિસ્તારમાં પડેલ–૧૨૪૬ મિ.મિ. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણીની આવક વધી.નર્મદા જિલ્લા માં આજદિન સુધી સરેરાશ કુલ-૮૮૭ મિ.મિ વરસાદ નોંધાયો. નર્મદા જિલ્લાનમાં તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૩૪ મિ.મિ., આ સિવાય દેડીયાપાડા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો નથી.
વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૫.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૫.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
તાહીર મેમણ, ડેડીયાપાડા